બિનવારસી હાલતમાં પડેલી કારમાંથી વિદેશી દારૃ મળ્યો

રિપોર્ટર : સુભાસ મીશ્રા (વડોદરા)
વાઘોડિયા રોડ હાઇવેની નજીક બિનવારસી હાલતમાં પડેલી કારમાંથી પીસીબી એ વિદેશી દારૃની ૪૩૨ બોટલ કબ્જે કરી લીધી હતી. જોકે કોઇ આરોપી પકડાયો નથી.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે વાઘોડિયા- ડભોઇ રીંગરોડ પર ભારત પેટ્રોલપંપની ગલીમાં ગોકુલ ટેનામેન્ટની પાછળ ખુલ્લા મેદાનમાં એક તવેરા કાર બિનવારસી હાલતમાં પડી છે. જેથી પીસીબી પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૃની ૪૩૨ બોટલ કિંમત રૃપિયા ૧,૨૯,૬૦૦ ની મળી આવતાં પોલીસે કબ્જે લીધી હતી. જો કે ઘટના સ્થળેથી કોઇ આરોપી પકડાયો નથી.


પોલીસે કારના નંબરના આધારે તપાસ કરતાં પ્રાથમિક તબક્કે એવી માહિતી મળી છે કે કારનો માલિક છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી છે. જોકે આર.ટી.ઓ. કચેરીમાંથી ખાત્રી કર્યા પછી જ પોલીસ કારના માલિક સુધી પહોંચી શકશે દારૃ કયાંથી લાવવામાં આવ્યો હતો? કોને આપવાનો હતો? અહીંયા કાર કેવીરીતે આવી? તે અંગે તપાસ શરૃ કરવામાં આવી છે.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment