ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૧૧૬ કુલ રૂ. ૩૪,૮૦૦/- સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર

રીપોર્ટર (ભાવનગર): અરશદ દસાડીયા
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ.શ્રી.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જિલ્લા ગ્રામ્ય પંથકમાં દેશી દારૂ તથા વિદેશી દારૂની બદી નેસ નાબુદ કરવા માટે સખ્ત સુચના કરેલ 

જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના  માણસો પાલીતાણા/જેસર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન એસ.ઓ.જી. ના પો.કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ  બાતમી રાહે હકિકત મળેલ કે જેસર તાબેના કદમગીરી  ગામના હાથીભાઇ રાણીંગભાઇ કામળીયા  પોતાના કબ્જા ભોગવટાની  ઢેફયુ વિસ્તારમાં આવેલ વાડીમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી હેરફેર કરવાનો છે. તેવી હકિકત મળતા જે હકિકત આઘારે તુરતજ બાતમી વાળી જગ્યા રેઇડ કરતા રેઇડ દરમ્યાન વિપુલભાઇ નાથાભાઇ મકવાણા રહે. કદમગીરી તા.જેસર વાળો હાજર મળી આવતા તેને સાથે રાખી વાડીમાં તપાસ કરતા વાડીના શેઢાના બાવળની કાંટ માંથી ભારતીય બનાવટનો એપીસોડ કલાસીક વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૧૬ કિ.રૂ. ૩૪,૮૦૦/- સાથે મળી આવતા મજકુર બંન્ને આરોપી વિરૂધ્ધમાં પ્રોહી કલમ-૬૫ એ.ઇ,૮૧, ૧૧૬(બી), મુજબનો ગુન્હો ભાવનગર જીલ્લાના જેસર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાવેલ છે.  


આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાI/C  પોલીસ ઇન્સ. શ્રી.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો હે.કો. કલ્યાણસિંહ જાડેજા , હે.કો. જીતેન્દ્રસિંહ ઝાલા પો.કોન્સ. અજયસિંહ વાઘેલા, જયદિપસિંહ ગોહિલ,વિઠ્ઠલભાઇ બારૈયા,જયરાજસિંહખુમાણ,એસ.ઓ.જી.ના પો.કો.પ્રદિપસિંહ ગોહિલ   વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment