ચીફ બ્યુરો (કચ્છ): ધનસુખ ઠક્કર
વાગડ ના પાટનગર ભચાઉ શહેરમાં નામચીન બુટલેગર અને એના મળતીયા શખ્સોએ પોતાની ધાક જમાવવા માટે પોલીસ ની ધાકના ધજાગરા ઉડાવતા હોય એમ ભચાઉ શહેરના હાર્દ સમા પ્રતાપ ગેટ પાસે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી એક યુવાનને ગંભીર ઈજાઓ પહોચાડવા સાથે વાગડની વિક્રાળ છબીને ફરી એક વાર ઉજાગર કરી છે.
બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભચાઉ ખાતે ગતરાત્રિના હવામાં ગોળીબાર કરી બે યુવાનો પર હુમલો કરવાના ચકચારી બનાવમાં પંદર જણ સામે હત્યાનો પ્રયાસ, મહાવ્યથા, હથિયાર ધારા સહિત ની કલમોતળે ગુન્હો નોંધાયો છે,આ મામલે આકીબઅલી અકબર બ્લોચે, આરોપીઓ, કાનો અશોકસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, પ્રુથ્વીસિંહ હરીસિંહ જાડેજા, કેવલસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ જાડેજા, અને પ્રકાશ મોહનભાઇ ભોજક નામના આરોપીઓ એ, ગત રાત્રે ફરીયાદી ને માર મારવા સાથે સરેઆમ આર્મસએકટ નો ભંગ કરી ત્રણ જેટલા રાઉન્ડ ફાયરીંગ કરી લોકો માં ભયનુ વાતાવરણ સર્જવા સાથે ફરીયાદી ને ગંભીર ઇજા કરી મહાવ્યથા પહોચાડી હતી.
તો પોલીસ દ્વારા પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરી પુરતા બંદોબસ્ત સાથે ફરીયાદી ને સંતોષ સાથે વિશ્ચાસ નુ વાતાવરણ આપી ખુનના પ્રયાસ સહિત ની કલમોતળે ગુનો નોંધવા સાથે એક આરોપીને આજે ઝડપીપાડી, ડી વાય એસ પી, કે જી ઝાલા એ આવા અધમ તત્ત્વો દ્વારા થતા કોઈ પણ ક્રુત્યને બક્ષવામાં નહી આવે એવુ જણાવવા સાથે આરોપીઓને ઝડપી પાડવા માટે બનાવવામાં આવેલી અલગ અલગ ટીમો માંથી આજે ભચાઉ ના પીઆઈ બીએસ સુથાર અને પીએસઆઈ એમકે મકવાણા ની ટીમ દ્વારા આ ગુના ના આરોપી ઓ માંના એક એવા પ્રકાશ મોહનભાઇ ભોજક નામના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે તો અન્ય આરોપીઓ પણ ટુંક સમયમાં ઝડપી પાડવામાં આવશે એવુ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કેજી ઝાલા એ જણાવ્યું હતું.

0 Comments:
Post a Comment