નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી ગોધીયાર ગામની સીમમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિવિદેશી દારૂ પકડી પાડતી નિરોણા પોલીસ

રીપોર્ટર (ભુજ): મહેશગીરી 
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી ડી.બી.વાઘેલા સાહેબ તથા પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબીયા સાહેબ નાઓએ પ્રોહિબીશન તેમજ જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નખત્રાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.એન. યાદવ સાહેબ ના માર્ગદર્શન હેઠળ નિરોણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. શ્રી વી.બી.ઝાલા,તથા પો.કર્મચારીઓ  પેટ્રોલીંગમાં હતા. પેટ્રોલીંગ દરમ્યાન મોટી ગોધીયાર ગામ પાસે આવતા બાતમી હકિકત મળેલ કે મોટી ગોધીયાર ગામની ઉતરાદી બાજુની નદીના કાંઠે આવેલ પીલુની ઝાડીમાં મોટી ગોધીયાર ગામે રહેતો ગુમાનસિંહ રાણસિંહ સોઢાનાએ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે સંતાડી રાખેલ છે જેથી સદર જગ્યાએ રેઇડ કરતા(૧) ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૪૪,કિ.રૂા.૧૭,૬૦૦/-તથા (૨) ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના ૧૮૦ એમ.એલ.ના કવાટરીયા નંગ-૪૭,કિ.રૂા.૪૭૦૦/-મળી કુલે કિ.રૂા.૨૩,૩૦૦/-નો દારૂનો જથ્થો મળી આવેલ હોય અને આરોપી ગુમાનસિંહ રાણસિંહ સોઢા રહે.મોટી ગોધીયાર,તા.નખત્રાણાવાળો હાજર મળી આવેલ ન હોય તેના વિરૂધ્ધ નિરોણા પોલીસ સ્ટેશનમાં પ્રોહી.એકટ મુજબ ગુનો રજીસ્ટરે કરવામાં આવેલ છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment