રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શ્રી ગોવિંદભાઈ રાણપરીયાયે સંઘનો વાર્ષિક અહેવાલ રજુ કરેલ હતો , અને ડેરી તરફથી દૂધના ખરીદી ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા ૨૦/ નો વિક્રમજનક વધારાની જાહેરાત ૧૫ ટકા શેર ડીવીઝન ચૂકવવાની જાહેરાત  કરેલ હતી.

રીપોર્ટર(ધોરાજી): કૌશલ સોલંકી 


રાજકોટ જિલ્લાની સહકારી ક્ષેત્રની સંસ્થાઓની સંયુક્ત સાધારણ સભા પ્રસંગે અકસ્માતથી અવસાન પામેલા.રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટિવ બેંકના  સભ્યોના વારસદારોને વિમા સહાય પેટે નવ પરિવારોને ૭૫ લાખના  ચેક વારસદાર પરિવારોને  અને રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના મૃત્યુ પામેલા ૩ સભાસદના પરિવારને પાંચ પાંચ લાખના ચેક અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે ૧૪ વર્ષથી સહકારી મંડળીઓના પ્રમુખ રહી કામગીરી કરતા પ્રમુખોનું અદકેરું સન્માન અને ઉપસ્થિત મંડળીઓના તમામ પ્રમુખોને સાફો પહેરાવી સત્કારવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નાબાર્ડના જનરલ મેનેજર શ્રી  મુખર્જી અને  શ્રી ઘનશ્યામભાઈ ખટારીયા એ પ્રાસંગિક પ્રવચનો કરેલ અને સહકારી ક્ષેત્રના ભિષ્મ પિતા સમાન શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયા ની કામગીરીની સરાહના કરી યાદ કરેલા હતા.

રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટિવ બેંકના જનરલ મેનેજર શ્રી વી. એમ. સખીયાએ સૌને સત્કાર્યા હતા. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવનાબેન બાલધા કરેલું હતું .

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા. શ્રી અરવિંદ રૈયાણાી, શ્રી વાઘજી ભાઈ બોડા, શ્રી ડી. કે. સખીયા.,ધારાસભ્ય શ્રી જાવિદ પીરઝાદાની વિશેષ ઉપસ્થિતિ હતી આ પ્રસંગે


રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટિવ બેંકના જનરલ મેનેજર શ્રી વી એમ સખીયા એ સૌને સત્કાર્યા હતા. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવનાબેન બાલધા કરેલું હતું .
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment