ધોરાજી ખાતે કોમી એકતા ના પ્રતીક સમાન હજરત લાલ શાહ વલી નો.૪ દિવસીય ઉર્ષ ઉજવાશે

રીપોર્ટર(ધોરાજી): કૌશલ સોલંકી સાથે સૈયદ મતીન બાપુ 

તા ૧૭ થી ચારદિવસીય ઉર્ષ ઉજવાશે
ફકીર લંગર નિયાઝ કમીટી દ્વારા વેજિટેરિયન લંગર નું આયોજન
 ગરીબો  ના બેલી  અને દુખીદીલો ના સહારા જેઓનું મજાર  ધોરાજી ખાતે આવેલ છે એવા સૈયદ હજરત લાલશાહ વલીના ચાર દિવસીય ઉર્ષ શરીફ નું તા ૧૭ જૂન થી પ્રારંભ થનાર છે આ ઉર્ષ શરીફ ની તમામ તૈયારીઓ ને દરગાહ શરીફ ના ખાદીમો દ્વારા તડામાર તૈયારીઓ ને આખરી ઓપ અપાઈ રહ્યો છે દરગાહ શરીફ ખાતે થી ઉર્ષ શરીફ ના પ્રથમ દિવસે તા ૧૭ ના રોજ ખાદીમો ના સન્માન બાદ વીશાળ સંદલ શરીફ નીકળશે જેમાં દેશ વિદેશ માં પ્રખ્યાત  જાંબુર ના સિદી બાદશાહ નું આદિવાસી નૃત્ય આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે ઉર્ષ શરીફ ના ચાર દિવસ સુધી દરગાહ  શરીફ ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને રાત્રે રફાઈ ધમાલ અને મેહફીલ એ કવાલી સહીત ના કાર્યક્રમો યોજાશે ઉર્ષ શરીફ  માં પધારવા દરગાહ શરીફ ના ખાદીમો એ અનુરોધ કર્યો છે
    ઉર્ષ નિયમિતએ  ચાર રાત્રી સુધી
ફકીર લંગર નિયાઝ કમીટી દ્વારા વેજિટેરિયન લંગર  નું ભવ્ય આયોજન
   ફકીર લંગર કમીટીના આયોજક હનીફભાઇ માજોઠી અને લાલુભાઇ સંધિ (અનાજવાળા) એજણાવેલ.કે ઉર્સ શરીફ માં બહોળી સંખ્યા માં હિન્દૂ મુસ્લિમો ગુજરાત ભર માંથી સીસ જીકાવવા આવી પોહ્ચ્તા હોઈ છે
છે જેથી કરી ને હિન્દૂ સમાજ અને મુસ્લિમ સમાજ ના દર્શનાર્થીઓ  માટે ફકીર લંગર કમીટી દ્વારા દાયકાઓ થી વેજિટેરિયન (લંગર) પ્રસાદ નું આયોજન ઉર્સ ના શરીફ દરમ્યાન રાત્રે ૮ કલાકે વેજિટેરિયન પ્રસાદ નું વિતરણ કરવામાં આવશે આ લંગર (પ્રસાદઘર) ની મુલાકાતે સાધુ સંતો અને ફકીરો પણ આવતા હોઈ છે ઉર્સ શરીફ દરમ્યાન લોકો ને પ્રસાદ ની સુંદર વ્યવસ્થા મળી રહે માટે ફકીર લંગર કમીટી ના હિન્દૂ મુસ્લિમ સમાજ ના ૫૦ જેટલા કાર્યકરો ખડે પગે રહેશે .
મકબુલભાઈ ગરાણા
ગનીભાઈ મામદભાઈ ગરાણા
મો.કાસીમ ભાઈ ગરાણા
શબ્બીરભાઈ ગરાણા
બશિરભાઈ ગરાણા
હાસમભાઈ ગરાણા
અફરોઝભાઈ લક્કડકુટા
બાસિત ભાઈ પાનવાલા
તથા
દરગાહ ના દરેક ખાદીમો અને સ્ટાફ એ આ યાદી માં જણાવેલ હતું.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment