રાપર શહેરમાં લોહાણા મહાજન દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર થઇ રહ્યુ છે સાર્થક

ચીફ બ્યુરો (કચ્છ): ધનસુખ ઠક્કર 




અસરકારક કામગીરીના અભાવે અનેક સરકારી યોજનાઓ કાગળ પર જ રહી જતી હોવાના અનેક કીસ્સાઓ તમે સમાચાર માધ્યમો દ્વારા જાણ્યા હશે, પણ આ બાબતે રાપર લોહાણા મહાજન દ્વારા એક ડગલું આગળ વધી સરકારના અસરકારક સુત્ર સૌનો સાથ સૌનો વિકાસ  સુત્રને સાર્થક કરી સરકારી યોજના અને એ પણ એવી યોજના કે જેને સરકાર ના પ્રજાજનો ના આરોગ્ય બાબતે ડીઝાસ્ટર મેનેજમેન્ટ નો તમે ઉતમ નમુનો કહી શકો એવી માં અમૃતમ કાર્ડ યોજના,
         કોગ્રેસના સુવર્ણ કાળ સમયે પણ પોતાની સેવાભાવના થી રાપર શહેરમાં ભાજપના ઉમેદવાર તરીકે રાપર નગરપાલિકામાં ચુંટાવાની પરંપરા મુર્ત્યુપર્યત જાળવી રાખનાર સ્વ. ચંદુલાલભાઈ પરશોતમભાઈ રાજદે ના એડવોકેટ પુત્ર વિપુલભાઈ દ્વારા પોતાના મિત્ર વર્તુળમાં સરકારી યોજનાઓનો સમાજને સામુહિક રીતે લાભ પણ મળે અને સરકારી યોજના પણ સાર્થક થાય એ માટે કાંઈક કરવુ જોઈએ અને આ વિચાર જ્યારે સાકાર થયો ત્યારે લોહાણા સમાજના બસોથી પણ વધુ માં કાર્ડ ના લાભાર્થીઓમાંથી એકસો વિસથી પણ વધુ લોકોને અણીના સમયે સાચા અર્થમાં અમૃત અને માં બની કામ લાગતી માં અમૃતમ કાર્ડ યોજનાના કાર્ડ મળી ચુક્યા છે.
         શિક્ષિત અને સંગઠિત સાથે વેપાર વણજ થી જોડાયેલા લોહાણા સમાજની ત્રણે પાંખો, રાપર લોહાણા મહાજન, લોહાણા યુવક મંડળ અને લોહાણા મહિલા મંડળ દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે હવે સરકારી યોજનાઓનો પણ સામુહિક રીતે લાભ મળે એવુ વિચારી દરેક સમાજને એક નવતર પ્રેરણા આપી છે.
      અને આ પ્રેરણાત્મક કામકરવા માટે સબળટીમ વર્ક જોઈએ, વહીવટી રીતે આ કાર્ડ બનાવવાની લાંબી પ્રક્રિયા થતી હોયછે જેમકે આવકના દાખલામાટે દરેક જ્ઞાતિજનોના સોગંદનામા, એની નોટરી કરાવવી, તલાટીના સહીસીક્કા ત્યારબાદ મામલતદાર ને અરજી આવી અનેક વહીવટી આંટીઓ પછી મળતુ આ કાર્ડ દરેકે સમાજ બંધુને મળી રહે તે માટે રાપર લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી રાજેશભાઇ ચંદેના માર્ગદર્શન હેઠળ કામેલાગી ગયેલી ટીમના મુકેશભાઈ પુજારાએ તમામ સોગંદનામા ની જવાબદારી સ્વીકારી લીધી તો ઘનશ્યામભાઈ પુજારા અને રાજેશભાઇ ચંદે એ નોટરી ની સેવા આપી હતી જલારામ રઘુવંશી કન્યાછાત્રાલયમાં નોટરીકેમ્પની વ્યવસ્થા કરી આપીને મહેન્દ્રભાઈ ગંધાએ સમાજ પ્રત્યેની જવાબદારી ને હર્ષભેર ઉપાડી પોતાનો સહયોગ આપ્યો હતો, મહેશભાઈ મીરાણી, સાથે સરકારી તંત્રના અધિકારીઓ એ પણ અહી સુંદર સહયોગ આપી નીષ્ઠાના દર્શન કરાવ્યા હતા.
        સમગ્ર લોહાણા મહાજન રાપરના પ્રમુખ શ્રી અને એમની ટીમના મહામંત્રી તુલશીભાઈ ચંદે, ઉપપ્રમુખ શ્રી વીપુલભાઈ રાજદે, પ્રતાપભાઈ મીરાણી, અને ઉમેદભાઈ ચંદે ના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ હતી.
         માં અમૃતમ કાર્ડ વિતરણ સાથે સાથે અહી પોતાની દાતારીના કારણે સમગ્ર પંથકમાં એકલવિર તરીકે જાણીતા બનેલા સ્વ. ચંદુલાલભાઈ રાજદે પરિવારના ચંપાબહેન ચંદુલાલભાઈ રાજદે પરિવાર દ્વારા માં કાર્ડ માં થયેલ ખર્ચ ઉપાડવા સાથે જ્ઞાતિના તમામ બાળકોને, માધવ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાપર લોહાણા મહાજન ના સયુંકત ઉપક્રમે નોટબુકોનુ વિના મૂલ્યે વિતરણ કરી સમગ્ર સમારંભને એક પંથ અને દો કાજ વાળી કહેવતને યથાર્થ ઠેરવી હતી, મહીનાની દર ૨૯ તારીખે યોજાતા નેત્રયજ્ઞ કેમ્પમાં પણ આ પરિવાર દ્વારા કરવામાં આવતી સેવા અહી ઉલ્લેખનીય છે.

    સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા લોહાણા યુવક મંડળ ના પ્રમુખ શ્રી પારસભાઈ માણેક સાથે ઉત્સાહી મહામંત્રી જયભાઈ રાજદે, ઉપપ્રમુખ ચાંદભિંડે, મંત્રી સુમીત મીરાણી, અમીત કકડ, જય ચંદે, જય મીરાણી, અને યુવક મંડળના સભ્યો શ્રી વીપુલભાઈ સોમૈયા, હિતેશ મજીઠીયા, ભાવીન કોટક, ચેતન રાણા, અને તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી, આ તકે રાપર નગર પાલિકા શાશક પક્ષ ના નેતા શ્રી બળવંતભાઈ મીરાણી ખાસ હાજર રહ્યા હતા, તો મહિલા મંડળ ના પ્રમુખ ભાવનાબેન ભિંડે, નયનાબેન કારીયા, રંજનબેન ચંદે, ભગવતીબેન ચંદે, વસંતીબેન ઠક્કર, અને સરસ્વતી બેન ઠક્કર સાથે બહેનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment