*માં વાત્સલ્ય કાર્ડ બનાવી આપવા માટે લાંચ ના છટકામાં બે કરાર આધારિત કર્મચારીઓ એ.સી.બી નાં રંગેહાથે ઝડપાયા*

રિપોર્ટર(ક્ચ્છ) : ધનસુખ ઠક્કર સાથે બિમલ માંકડ

આદિપુર રામબાગ હોસ્પિટલમાં માઁ વાત્સલ્ય કાર્ડ બનાવી આપવાની કામગીરી કરાર આધારિત કર્મચારીઓ કરી રહ્યાં છે આ કામગીરી સરકાર તરફથી નિઃશુલ્ક કરી આપવાની હોય છે અને તે માટે સરકાર દ્વારા રાજ્યવ્યાપી કોન્ટ્રાક્ટ આપ્યો છે આ કોન્ટ્રાક્ટરો સમગ્ર રાજ્યના અનેક સેન્ટરોમાં કરાર આધારિત કર્મચારીઓની નિમણુંક કરે છે પરંતુ અમુક કર્મચારીઓ માઁ વાત્સલ્ય કાર્ડ કાઢી આપવા માટે રૂપિયા બસો પચાસમાં એક કાર્ડ ડીથ માગણી કરી રહ્યાં છે તેવી ફરિયાદ એક જાગૃત નાગરિકે પૂર્વ કચ્છ લાંચ રુશ્વત વિભાગને કરાતાં સફળ છટકું ગોઠવવામાં આવ્યું હતું આ છટકામાં લાચ  લેતા બે કર્મચારીઓને એસીબીએ રંગેહાથ ઝડપી લીધાં હતાં પ્રાપ્ત વિગત મુજબ નીરજ ભગવાનદાસ કામાણી અને  મનોજ સુરેશભાઈ મિશ્રા આ બંને કરાર આધારિત કર્મચારીઓ છે
"માઁ વાત્સલ્ય" યોજના નોંધણી કેન્દ્ર, રામબાગ સરકારી હોસ્પિટલ, આદીપુર ,ગાંધીધામ ખાતે તેમને લાંચની રકમ રૂ.૨૫૦ સ્વીકારતા ઝડપી પાડ્યાં છે
એ.સી.બી.ટીમને ખાનગી રાહે એવી હકીકત મળેલ કે ગુજરાત સરકારની સ્વાસ્થ્ય માટેની  "માં વત્સલ્ય"  યોજનાનુ નોંધણી કેન્દ્ર રામબાગ સરકારી હોસ્પિટલ ગાંધીધામ ખાતે આવેલ છે. આ કેન્દ્રના કરાર આધારિત કર્મચારીઓ આ યોજના ના કાર્ડ જે નિશૂલ્ક બનાવી આપવાના હોય છે તેના બદલે લાભાર્થીઓને "માં" કાર્ડ બનાવી આપવાની અવેજીમા લાંચ લે છે તે આધારે આજરોજ લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા આ કામના આક્ષેપિતોએ એકબીજાના મેળાપીપણામાં "માં" કાર્ડ બનાવી આપવાની અવેજી માં આ કામના સહકાર આપનાર પાસે રૂ. ૨૫૦/-ની લાંચની માંગણી કરી સ્‍વીકારી પકડાઈ જઈ ગુનો કર્યાની કાર્યવાહી કરવામાં આવી છે  ડીકોય કરનાર અધિકારી તરીકે
પૂર્વ કચ્‍છ ગાંધીધામ એ.સી.બી એ.એ.પંડ્યા તથા  સ્‍ટાફ અને સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ
મદદનિશ નિયામકશ્રી, એ.સી.બી. બોર્ડર એકમ,
ભુજ-કચ્‍છ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment