રાપર લોહાણા મહાજન દ્વારા માં કાર્ડ ની કામગીરી હાથ ધરી દરેક સમાજ ને પ્રેરણા આપી

ચીફ બ્યુરો  (કચ્છ) :- ધનસુખ ઠક્કર 
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રજાલક્ષી અનેક યોજનાઓની અપુરતી જાણકારી તો ક્યાંક આવા ધકા કોણ ખાય એવી માનસીક આળસ થકી આવી યોજનાઓ થી વંચિત રહી જતા લોકોની સંખ્યા કદાચ લાભ લેવા વાળા કરતા વધારે હશે પણ રાપર શહેરના પ્રગતિ શીલ લોહાણા સમાજ દ્વારા સમાજના આગેવાનોએ અતી ગંભીર બીમારીઓ માં સંજીવની બુટ્ટી સમી પુરવાર થયેલી માં અમૃતમ કાર્ડ યોજનાના કાર્ડ લોહાણા સમાજના લોકોને એકજ જગ્યાએથી મળી રહે એવું આયોજન ગોઠવી સરકારની આ યોજના ને સમાજના જન જન સુધી પહોચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
       લોહાણા મહાજન ના પ્રમુખ અને એડવોકેટ શ્રી રાજેશભાઇ આર. ચંદે ની આગેવાની હેઠળ સમાજ બંધુઓને સરળતાથી આ યોજના નો લાભ મળી રહે તે માટે આજે તારીખ ૧૨ મે ના રોજ એક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં બસોવીસ જેટલા ફોર્મ સ્વીકારવા સાથે, સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી, તો જ્ઞાતિજનો દ્વારા પણ સમાજના મોભીઓની આ પહેલ ને આવકારી સહયોગ આપવામાં આવ્યો હતો.

      આ તકે લોહાણા મહાજન ના પ્રમુખ રાજેશભાઇ ચંદે, ઉપપ્રમુખ પ્રતાપભાઈ મીરાણી, વિપુલભાઈ રાજદે, સાથે સમાજના આગેવાનો હાજર રહ્યા હતા, કેમ્પને સફળ બનાવવા લોહાણા યુવકમંડળ ના પ્રમુખ પારસભાઈ માણેક, મહામંત્રી જય રાજદે, અમીત ઠક્કર, જય ચંદે, ભાવીક ઠક્કર અને મંડળ ના યુવાનોએ જહેમત ઉઠાવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે લોહાણા સમાજના જાણીતા દાતા સ્વ. ચંદુલાલ પરસોતમભાઈ રાજદે પરિવાર ના ચંપાબહેન ચંદુલાલ  રાજદે નો પુરતો સહયોગ મળ્યો હતો. ટુંક સમયમાં માં કાર્ડ સમાજ બંધુઓને અપાવી દેવાના રાપર લોહાણા મહાજન દ્વારા થયેલા આ પ્રયાસથી દરેક સમાજને એક પ્રેરણા મળશે.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment