નારાણપરમાં કુંડા ચકલીઘર વિતરણ કરાયા

રીપોર્ટર (કચ્છ) :- ધનસુખ ઠક્કર સાથે બિમલ માંકડ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયાનાં સહયોગથી નારાણપર (રાવરી) રાધા-ક્રિષ્ન મંદિર ચોક મધ્યે કુંડા અને ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ જીવદયા પ્રેમીઓની વિશાળ ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.
દાતાશ્રી ગોવિંદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા, કરશનભાઇ ભુડિયા, મનજીભાઇ સેંઘાણી, સવિતાબેન ભુડિયા, રાધિકાબેન ગોસ્વામી, અનિતાબેન દરજી, વનીતાબેન ભુડિયા, રંજનબેન માણેક, કાનાભાઇ સેંઘાણી તથા મહેન્દ્ર મારાજે કાર્યક્રમનું અતિથિવિશેષ પદ શોભાવ્યું હતું.

પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજાએ માનવજ્યોતની કચ્છભરમાં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓની સમજ આપી હતી. આગેવાનોનાં વરદ્‌ હસ્તે કુંડા-ચકલીઘરોનું વિતરણ કરવામાં આવેલ.  કાર્યક્રમનું સંચાલન શ્રી શંભુભાઇ જાષીએ જયારે આભાર દર્શન પ્રવિણભાઇ દરજીએ કરેલ.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment