જૂનાગઢમાં પત્રકારો ઉપર થયેલ હુમલાના વિરોધમાં આજે ભુજમાં પત્રકારોએ આક્રોશ વ્યક્ત કરી એસ.પી અને કલેકટરને આપ્યું આવેદનપત્ર

રીપોર્ટર (ભુજ) :- ધનસુખ ઠક્કર સાથે બિમલ માંકડ 


જૂનાગઢમાં પત્રકારો પર 
પોલીસે કરેલ લાઠીચાર્જ માં સંકળાયેલા અધિકારીઓ સામે પગલાં લેવા ભુજના પત્રકાર મિત્ર મંડળ દ્વારા કલેકટર તેમજ પોલીસ અધિક્ષક ને આવેદનપત્ર આપી પગલાં લેવા માંગ કરવામાં આવી છે ભુજમાં આજે પત્રકાર મિત્ર મંડળ દ્વારા પોલીસ ને આવેદનપત્ર આપી જૂનાગઢમાં પોલીસ દ્વારા પત્રકાર ઉપર ઉપર ગુજરાયેલ દમનના વિરોધમાં પત્રકારોએ એસ.પી ને રૂબરૂ મળી આવેદનપત્ર આપી અને પત્રકારો પર દમન ગુજારનાર પોલીસોને તાત્કાલિક સસ્પેન્ડ કરી પગલા લેવા ગુજરાત સરકાર પાસે માંગ કરી છે ત્યારબાદ તમામ પત્રકારો કલેકટર કચેરીમાં આવી કલેકટર રમ્યા મોહનજી ને આવેદનપત્ર આપી અને જૂનાગઢમાં પોલીસે પત્રકારો પર ગુજરેલ દમન સંદર્ભે રજૂઆત કરી અને રાજ્ય સરકાર સુધી ભુજના પત્રકારોનો નો અવાજ પહોંચાડવા રજુઆત કરી હતી આવેદનપત્ર આપ્યા બાદ વરિષ્ઠ પત્રકાર  વિનોદભાઈ ગાલાએ એ પોતાના પ્રતિભાવ  આપી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી અને જણાવ્યું હતું કે પોલીસ અને પત્રકાર સાથે રહીને કામગીરી કરતાં હોય છે અને એકમેકને મદદરૂપ બનવા પ્રયત્નો કરવા જોઈએ જેથી એકબીજાની કામગીરીમાં અડચણો ઉભી ન થાય તેવા ઉદેશ્ય સાથે કામ કરવું જોઈએ અને આ બનાવ અંગે તટસ્થ તપાસ થાય તેમજ જવાબદારો વિરુદ્ધ કડક હાથે કામ લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે સહિતની માંગ કરી હતી

અન્ય એક વરિષ્ઠ પત્રકાર હરેશ સતાણીએ પણ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે મીડિયાકર્મીઓ દરેક જગ્યાએ પોતાની ફરજ બજાવી છે ત્યારે પોલીસ મીડિયાકર્મીઓ પર દમન ગુજારી અને તેના પર લાઠીચાર્જ કરાય છે તે સ્વતંત્ર ભારત દેશમાં આવી દમનકારી ઘટનાઓ આજે પણ બની રહી છે તે અત્યંત દ:ખદ  છે આવી ઘટનાઓ , લોકોનો અવાજ રજૂ કરતા પત્રકારો સામે થાય તે સરમ જનક છે  તેવી લાગણી સાથે પત્રકારોએ જૂનાગઢના બનાવને સખત શબ્દોમાં વખોડ્યો હતો.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment