જુનાગઢમાં પોલીસ દ્વારા પત્રકારો પર થયેલા હુમલા થી ભચાઉ તાલુકા પત્રકાર એસોસીએશન માં રોષ

રીપોર્ટર (ભચાઉ) :- ધનસુખ ઠક્કર સાથે ઘનશ્યામ બારોટ

તારીખ ૧૨ મે ના રોજ જુનાગઢ પોલીસ દ્વારા ચોથી જાગીરના પ્રહરીઓ પર થયેલા અચાનક હુમલાથી  ભચાઉ તાલુકા પત્રકાર એસોસીએશન દ્વારા લોકશાહીના ચીરહરણ સમા આ બનાવથી રોષની લાગણી ફેલાઈ છે, જુનાગઢમાં થયેલ પત્રકારો પરના હુમલાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસ પ્રત્યે ફીટકાર ની લાગણી સાથે પોલીસની આ ક્રુરતા ને કાયરતા ના પ્રયાય સાથે લોકો સરખાવી રહયા છે. જુનાગઢ સ્વામિનારાયણ સંપ્રદાય ની ચુંટણીમાં કવરેજ કરવા ગયેલા પત્રકારો ને આડેધડ મારમારી રહેલી પોલીસે કાલે લોકશાહી ને લજવીને સરકારને નીચાજોણુ કરાવ્યું હોવાનું લોકશાહીમાં વિશ્વાસ રાખતા લોકોનુ માનવું છે,
       બે દારૂની કોથળી પકડીને આખા મહેકમા એટલેકે છેક ડી આઈ જી થી કરીને પો કો સુધીના નામ વાળી પ્રેસ નોટ છપાવવાની અપેક્ષા મીડિયા પાસે રાખતા પોલીસ તંત્ર દ્વારા આજે લોકમાનસ માં જે પોલીસની છાપ છે એનો પત્રકારો ને પરીચય કરાવી એ છાપને યથાર્થ ઠેરવી છે, સીક્કા ની બે બાજુ સમા પોલીસ અને પત્રકાર વચ્ચે ના સંબંધો ને પોલીસે કાલે પોતાની અસલીયત બતાવીને શર્મસાર કરવા સાથે, ગ્રુહમંત્રી પ્રદીપસિંહ જાડેજા નો પોતાના તંત્ર પર કોઈ હોલ્ટ નથી અને કાંતોપછી મીડિયા ને ડરાવી ધમકાવી ચોથી જાગીરના અવાજને દબાવી દેવામાં એમની મુક સંમતી છે એવો અહેસાસ હાલે મીડિયા કર્મીઓને થઈ રહ્યો છે.

         અપરાધીઓ કરતાં આમ આદમી જેનાથી વધુ ડરેછે એવા ગુજરાતના પોલીસ તંત્ર દ્વારા, કાલે પત્રકારો પર ગુજારવામાં આવેલા દમનથી સામાન્ય પ્રજા સત્બધ છે, જ્યારે કયાંય ન્યાય ન મળે ત્યારે તંત્ર ના કાન આમળી દોડતુ કરતા મીડિયા કર્મીઓ માં ભય ફેલાવી ક્રાઈમરેટ ઓછો બતાવવાની પોલીસની નીયત કાલે ઉઘાડી પડી છે, પત્રકારો પરના હુમલા બાદ ગુજરાતની જનતા સમક્ષ સવેંદનશીલ મુખ્યમંત્રી એ કોઈપણ સંવેદના વ્યક્ત નથી કરી એ પણ સરકાર ની નીતિઓ નો સુચક ઈશારો હોવાનું પત્રકારો માની રહ્યા છે ત્યારે, આજે ભચાઉ પ્રાંત અધિકારી, ભચાઉ ડી વાય એસ પી અને કલેકટર ભુજને આવેદનપત્ર આપવા સાથે ભચાઉ પત્રકાર એસોસીએશન દ્વારા પોલીસની બે શરમી ના આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો, આ તકે ભચાઉ પત્રકાર એસોસીએશન ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા સાથે વરીષ્ઠ પત્રકાર કમલેશભાઈ ઠક્કર, મહેશભાઈ શાહ, ધનસુખભાઈ ઠક્કર, કીશન મારાજ, ઘનશ્યામ બારોટ, વિનોદભાઈ સાધુ, સુરેસ વાઘેલા, રાજેશ ગૌસ્વામી, રાણાભાઈ આહિર, ગની કુંભાર, અસલમ સોલંકી, નારણ આહીરે, હાજર રહી, નાયબ કલેકટર શ્રી જાડેજા તેમજ, ડી.વાય. એસ.પી શ્રી ઝાલા ને આવેદનપત્ર આપ્યું હતું.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment