રીપોર્ટર (ભુજ) :- ધનસુખ ઠક્કર સાથે બિમલ માંકડ
ભુજ શહેરને ભારાપર યોજનાના દ્વારા અમુક વિસ્તારને પાણી આપવામાં આવે છે તે માટે ૧૬ બોર બનાવવામાં આવ્યા હતાં તેમાંથી માત્ર હાલે ત્રણ બોરમાંથી પાણી મળી રહ્યુંછે અને વઘારાના નવા ત્રણ બોર બનાવવામાં આવી રહ્યા છે તેમ ચીફ ઓફિસર નીતિન બોડાતે જણાવ્યું હતું ભુજ વાસીઓ પાણીની તંગી થી પીડાય છે અવાર નવાર પાણીની તંગી બુમો ઊઠતી રહે છે ભુજ પાલિકાનો વિપક્ષ પણ પાણી પ્રશ્ને આકરા પાણીએ છે ત્યારે મુખ્ય અધિકારી નીતિન બોડાતે આવનારા સમયમાં ભુજમાં પાણીની તંગી ઓછી થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે તેમણે જણાવ્યું હતું કે ભુજના ભારાસર યોજનામાંથી પાણી મેળવતા વિસ્તાર માટે ત્રણ નવા બોર બની રહ્યા છે અને આ વિસ્તારને નર્મદાનું પાણી મળી રહે તે માટે ખાસ
ડી .આઈ. પાઈપલાઈન નાખી ભુજીયા ડુંગર ઉપરથી સપ્લાય થતા નર્મદા પાણી સાથે જોડી દેવાશે હાલે ભારાપર વિસ્તાર માં બનાવેલા ૧૬ બોર પૈકી માત્ર ત્રણ બોરજ કાર્યરત છે અને તેર બોર બંધ હાલતમાં છે અને હવે નવા ત્રણ બોર બનાવવામાં આવી રહ્યા છે આ છ બોરનું પાણી મળશે ત્યારે ભુજના અમુક વિસ્તારોમાં પાણીની તંગી ઓછી થશે પણ હાલ ૨૪ કલાક ભુજીયા ડુંગર માં બનેલ ટાંકા ઉપર નર્મદાનું પાણી ઠલવાઇ રહ્યું છે ભુજ ને ૩૦ એમએલડી પાણી મળવાપાત્ર છે પરંતુ ૪૨ એમએલડી નર્મદાનું પાણી મળી રહ્યું છે છતાં પણ પાણીની તંગી ભુજવાસીઓ ભોગવી રહ્યા છે તે પણ એક તપાસનો વિષય છે.

0 Comments:
Post a Comment