ચીફ બ્યુરો (રાજકોટ) :- ભરત ભરડવા
રાજકોટ શહેરના રાજમાર્ગેા પર આડેધડ ખોદવામાં આવેલા ખાડા નહીં બૂરવામાં આવે તો હવે ટૂંક સમયમાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી મહાપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મેઘજીભાઈ રાઠોડ અને પૂર્વ ડેપ્યુટી મેયર મોહનભાઈ સોજીત્રા સહિતના કોંગ્રેસીઓ દ્રારા આપવામાં આવી હતી. વધુમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને કરેલી રજૂઆતમાં ઉપરોકત બન્ને પૂર્વ પદાધિકારીઓ તેમજ રાજુભાઈ એન.કીયાડા, ઈશ્ર્વરદાસ કાપડી, શશીકાંત કંસારા, ચિરાગ મોલીયા, રાકેશ રોકડ, ગોવા માલધારી, ભાણજી દાફડા અને કલ્પેશ પીપળીયા સહિતનાઓએ જણાવ્યું હતું કે રાજકોટના રાજમાર્ગેા પર આડેધડ કરાયેલું ખોદકામ તાકિદે બૂરવા અને પેચવર્ક કરવા, આજી નદીમાં વ્યાપી ગયેલ ગાંડી વેલનું સામ્રાય દૂર કરી શુદ્ધીકરણ કરવા, શહેરના ઈન્દ્રપ્રસ્થ તથા લમીનગર પાસેના રેલવે નાલામાં પેવિંગ બ્લોક ઉખડી ગયા હોય નવેસરથી બ્લોક નાખવા સહિતના મુદ્દે તાકિદે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા પત્ર ઈનવર્ડ નં.૬૮૯, તા.૧૬–૫–૨૦૧૯થી રજૂઆત કરવામાં આવી હતી.
0 Comments:
Post a Comment