ચીફ બ્યુરો (રાજકોટ) :- ભરત ભરડવા
ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્રારા ત્રણ વર્ષ પૂર્વે સોશ્યલ મીડિયાના માધ્યમથી ફરિયાદો સ્વીકારવાનું અને ઉકેલવાનું શરૂ કરવામાં આવ્યું હતું દરમિયાન રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્રારા હવે વોટસએપના માધ્યમથી મુસાફરો દ્રારા કરાતી ફરિયાદને વિશેષ ગંભીરતાથી લઈ તાત્કાલિક નિકાલ કરવાનો આધુનિક અભિગમ યુવા અધિકારીઓ દ્રારા અપનાવામાં આવ્યો છે અને મુસાફરોને ટોલ ફ્રી નંબર ઉપરાંત ડેપો મેનેજર તેમજ વિભાગીય નિયામકના મોબાઈલ નંબર પર વોટસએપથી ફરિયાદ કરવા માટે અપિલ કરવામાં આવી છે. વિશેષમાં આ અંગે રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બસમાં ગંદકી હોય, બસની આગળ–પાછળ રૂટ બોર્ડ મુકેલા ન હોય, બારી–દરવાજાના કાચ ખખડતા હોય, બસ અનિયમિત હોય, ગેરકાનૂની સ્ટોપ કે હોલ્ટ કરવામાં આવતા હોય તે સહિતની કોઈપણ પ્રકારની ફરિયાદો મુસાફરો રાજકોટ વિભાગીય નિયામકના મોબાઈલ નંબર ૬૩૫૯૯ ૧૯૦૩૯ ઉપર કરી શકશે. આ પ્રકારની ફરિયાદની તથ્યતા ચકાસી તુરતં નિકાલ કરાશે.
0 Comments:
Post a Comment