ચીફ બ્યુરો (રાજકોટ) :- ભરત ભરડવા
બીએ, બીકોમ, બીએસસી સહિતના ફાઈનલ વર્ષના પરિણામો 20થી 25 દિવસ અગાઉ જાહેર કરવામાં આવેલ હોવા છતાં હાથ જોડીને બેસી રહેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આખરે પોસ્ટ ગ્રેજ્યુએશન (પીજી) અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરી છે. જો કે, મોટાભાગના વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઈનાન્સ-ખાનગી કોલેજોમાં પ્રવેશ મેળવી લીધા છે અને યુનિવર્સિટીએ મોડે મોડે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી છે તે બાબત ભારે શંકાસ્પદ બની છે. એમ.એ.માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઈતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ફિલોસોફી, વાણિજ્ય (એકાઉન્ટિંગ, ફાઈનાન્સ, માર્કેટિંગ અને સ્ટેટેસ્ટિક) ઉપરાંત કેમેસ્ટ્રી, ઈલેકટ્રોનીક, ભૌતિકશાસ્ત્ર, બાયો સાયન્સ, ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, હોમ સાયન્સ, બિઝનેસ મેનેજમેન્ટ, કાયદો, હ્યુમન રાઈટ્ઇ એન્ડ આઈએચ લોઝ, ફાર્મસી, બાયો કેમેસ્ટ્રી, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન, પત્રકારિત્વ, સમાજકાર્ય, શારીરિક શિક્ષણ, કોમ્પ્યુટર સાયન્સ, નેનો સાયન્સ એન્ડ એડવાન્સ મટિરિયલ્સ સહિતના 28 અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. બિઝનેસ મેનેજમેન્ટ, ફાર્મસી, કોમ્પ્યુટર સાયન્સ અને શિક્ષણમાં મધ્યસ્થ પ્રવેશ સમિતિ મારફત પ્રવેશ આપવામાં આવશે. યુનિવર્સિટીના કુલસચિવના જણાવ્યા મુજબ તા.27-મે સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને તેની હાર્ડ કોમી તા.30-5 સુધીમાં સબમિટ કરવાની રહેશે. તા.3 જૂનના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને તા.5 જૂનના રોજ ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. પ્રવેશની પ્રથમ યાદી તા.7 જૂને જાહેર કરાશે અને જે વિદ્યાર્થીના નામ તેમાં હોય તેમણે તા.12 જૂન સુધીમાં એડમિશન મેળવી લેવાનું રહેશે. ત્યારબાદ ખાલી રહેતી બેઠકોની બીજી પ્રવેશ યાદી 14 જૂનના જાહેર કરવામાં આવશે અને બીજા રાઉન્ડમાં તા.18 જૂનના પ્રવેશ આપવામાં આવશે.
0 Comments:
Post a Comment