વિકટરમા ઓમ સાંઇ નેવીગેશન દ્વારા વિકટરથી સુરત રોરો ફેરી સર્વિસ માટે ચાલતા પ્રોજેકટ ઉપર મેગૃવ્ઝના છેદન પ્રશ્ને બ્રેક લાગી હતી. પરંતુ હવે આ કામગીરી શરૂ થશે.

રિપોર્ટર(રાજુલા):- વિપુલ વાઘેલા
રાજુલાના વિકટરથી સુરત રોરો ફેરી સર્વિસ પ્રોજેકટ ઉપર મેગૃવ્ઝના છેદન પ્રશ્ને બ્રેક લાગી હતી. આ બારામા પીઆઇએલની હાઇકોર્ટમા સુનાવણી થઇ હતી. ત્યારે આ ચાલી રહેલી કામગીરીથી હાઇકોર્ટના નિર્દેશોનો ભંગ ન થતો હોવાનુ સાબિત થતા રાજુલા પંથકના વિકાસનો અવરોધ દુર થયો છે.

રાજુલાના વિકટરમા રોરો ફેરી સર્વિસ પ્રોજેકટ જયાં સાકાર થઇ રહ્યો છે તે મામલાની પીઆઇએલની હાઇકોર્ટમા સુનાવણી થતા રાજુલા પંથકના વિકાસનો અવરોધ દુર થયો છે તેમ અશ્વિન બેંકરે જણાવ્યું હતુ. તેમણે વધુમા જણાવ્યું હતુ કે જેમ ઘોઘાથી દહેજની ફેરી સર્વિસ ચાલે છે તેમ રાજુલાના વિકટરથી સુરતની ફેરી સર્વિસ શરૂ કરવાની કામગીરી ચાલુ હતી પણ તેમા કાનુની અવરોધ આવ્યો હતો પણ હવે તે માર્ગ ખુલ્લો થયો છે.

વિકટરમા ઓમ સાંઇ નેવીગેશન દ્વારા વિકટરથી સુરત રોરો ફેરી સર્વિસ માટે ચાલતા પ્રોજેકટ ઉપર મેગૃવ્ઝના છેદન પ્રશ્ને બ્રેક લાગી હતી. પરંતુ હવે આ કામગીરી શરૂ થશે.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment