ચીફ બ્યુરો (રાજકોટ) :- ભરત ભરડવા
રાજકોટ–વડોદરા રૂટ પર એસ.ટી.ની વોલ્વો બસને ખુબ જ સારો પ્રતિસાદ અને ટ્રાફિક મળતાં આજથી આ રૂટ પર ત્રીજી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. હાલ સુધી દરરોજ સવારે ૬–૩૦ અને બપોરે ૩–૩૦ કલાકે રાજકોટ–વડોદરા રૂટની બે વોલ્વો બસ મળતી હતી યારે હવે આજથી બપોરે ૨–૦૦ કલાકે પણ ત્રીજી વોલ્વો બસ ઉપલબ્ધ થશે. વધુમાં આ અંગે રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે, રાજકોટ–વડોદરા રૂટ પર ટૂ બાય ટૂ એરકન્ડિશન વોલ્વો કોચ દોડાવવામાં આવી રહી છે જે રાજકોટથી ચોટીલા હાઈ–વે, લીંબડી, નડિયાદ, આણદં થઈ વડોદરા પહોંચાડે છે. રાજકોટથી વડોદરાની ટિકિટ રૂા.૫૬૪ છે. આજથી શરૂ થયેલી ત્રીજી વોલ્વો બસ દરરોજ બપોરે ૨–૦૦ કલાકે રાજકોટથી ઉપડશે અને રાત્રે ૮–૦૦ કલાકે વડોદરા પહોંચાડશે. તેમણે ઉમેર્યું હતું કે, ઓનલાઈન બૂકિંગ કરાવવા પર ૬ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રિટર્ન ટિકિટના એડવાન્સ બૂકિંગ અને ગ્રુપ બૂકિંગમાં પણ વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
0 Comments:
Post a Comment