ખાંભા પાસેના કોદીયા ગામના એકજ પરિવારના તમામ સભ્યો ન્યાય માટે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ન્યાય માટે પહોંચ્યા ત્યારે હાલ ગામે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવા આવે છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા ભરવા ન આવતા રોષ ભેર કલેક્ટર કચેરી ખાતે પોતાના બાળકો સાથે આવેલ...

રિપોર્ટર (અમરેલી):-  યોગેશ કાનાબાર સાથે અશોક મણવર 
અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકાના કોદીયા ગામના એકજ પરિવારના તમામ સભ્યો ન્યાય માટે મારે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ન્યાય માટે પહોંચ્યા ત્યારે હાલ  ખાંભા તાલુકાના કોદીયા ગામે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવા આવે છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા ભરવા ન આવતા રોષ ભેર અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાના બાળકો સાથે આવીને પોતાના પર થતા અન્યાય ની રોષ ભેર રજૂઆત કરવામાં આવેલ જેમાં કોદીયા ગામના એકજ પરિવારના પચાસ જેટલા સભ્યો જેમાં વૂધ્ધો મહિલાઓ અને બાળકો સહિતના લોકો કલેકટર કચેરી આવીને રજુઆત કરેલ છે કે હજી પણ બાંધકામ અટકાવવા માટે તંત્રએ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને જણાવ્યું હતું કે ખાંભા તાલુકા વિકાસ અધિકારી અને કોદીયા ગામના તલાટી ની મિલીભગત થી આ બાંધકામ કરી રહેલ હોય તેવું જણાવ્યું છે ત્યારે હાલ જોવાનું એ રહ્યુ કે આ પરીવારને ન્યાય મળશે કે નય તે તો આવનારા સમય જ બતાવશે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પરિવાર ન્યાય માટે સંઘર્ષ કરતો આવ્યો હોવાનું યોગેશભાઈ કાનાબારે જણાવેલ...
બાઇટ...... કોદિયા ગામનો પરીવાર 

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment