સામખીયાળી જીવદયા પ્રેમીઓ દ્વારા દાતાઓના સહકારથી પક્ષીઓ માટે પાણીના કુંડાનુ વિતરણ કરાયું

રિપોર્ટર(સામખીયાળી):- ધનસુખ ઠક્કર સાથે ઘનશ્યામ બારોટ



જીવદયા ક્ષેત્રે કાયમમાટે અગ્રેસર રહેતા સામખીયાળી ગામે પક્ષીઓ માટે ૧૯૦૦ જેટલા પાણીના કુંડા ગાયોને ગોળ અને નીલાચારા નુ દાતાઓના સહયોગથી વિતરણ કરી આ કારમા દુષ્કાળ અને માથાફાડ તાપમાં અબોલા જીવોમાટે અનુકંપા દર્શાવી જીવદયા પ્રેમીઓએ પ્રેરણાત્મક કામગીરી હાથ ધરી છે.
         મુળ પ્રાથળ વિસ્તાર ના દેશલપર ગામના રહેવાસી અને હાલે સુરત ખાતે રહેતા જાણીતા દાતા શ્રી અનોપચંદ માધવજી શેઠ પરિવાર ના રાજેશભાઇ અનોપચંદ શેઠ ના હસ્તે, સામખીયાળી ગામના જીવદયા પ્રેમીઓએ સુચવેલા જીવદયા ના કાર્યો માટે હસતાં હસતાં સહકાર આપી અવારનવાર સામખીયાળી ના અબોલા જીવોમાટે આ પરિવાર મદદરૂપ થાય છે એવુ જણાવવા સાથે સામખીયાળી ગામના જીવદયા પ્રેમી જયસુખભાઈ કુબડીયા, અમિતભાઈ દોશી અને નાનજીભાઈ ગડાએ દાતા પરિવાર દ્વારા કરવામાં આવી રહેલી જીવદયા પ્રવૃત્તિને બીરદાવવા સાથે સમસ્ત સામખીયાળી ગામવતી આભાર માન્યો હતો.
       અત્રે ઉલ્લેખનીય છે કે પચાસ રૂપિયામાં ખરીદી કિંમત માં આવતા આ કુંડા ની દશ રૂપીયા ટોકન ફી રાખવામાં આવી હતી જે રકમ પણ બાદમાં જીવદયા ના કાર્યમાંજ વાપરવામાં આવશે એવું શ્રી અમિતભાઈ દોશીએ જણાવ્યું હતું.

        આ સદ્પ્રવૃતિ માં સહકાર આપવા સાથે સામખીયાળી ગ્રામજનો દ્વારા દાતાઓ ની સરાહના કરી હતી, આ તમામ કામગીરી સામખીયાળી ના જીવદયા પ્રેમીઓ શ્રી નાનજીભાઈ ગડા, જયસુખભાઈ કુબડીયા અને અમિતભાઈ દોશી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, આ સમયે તાલુકા પંચાયત સદસ્ય હરીભાઈ હેઠવાડીયા, માજી સરપંચ ચનાભાઇ, માજી સરપંચ જગદિશ મારાજ, ધનસુખભાઇ ઠક્કર, મુળજીભાઇ બાળા વિગેરે એ હાજર રહી સહયોગ આપ્યો હતો.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment