સમગ્ર રાજ્ય માં પાણી પાણી ના પોકાર વચ્ચે સામખીયાળી નર્મદા સંમ્પ ની ઘોર બેદરકારી

રિપોર્ટર(સામખીયાળી):- ધનસુખ ઠક્કર સાથે ઘનશ્યામ બારોટ
એક કલાક માં પંદરલાખ લીટર પાણી પંપીગ કરતા સામખીયાળી નર્મદા સંમ્પ ની ઘોર બેદરકારી થી દુષ્કાળ ની કારમી પરિસ્થિતિમાં જીવનામ્રુત સમા પાણી નો વેડફાટ કરી તંત્ર ના નિભર કર્મચારીઓ એ આ સમ્પ દ્વારા જેને પીવાના પાણીનો પુરવઠો પુરો પાડવા માં આવેછે એવા ચીત્રોડ, બાદરગઢ સંમ્પ અને ત્યાંથી થી રાપર શહેર ને પીવાનું પાણી પુરૂ પાડવા માં આવેછે ત્યારે કાલે બપોર ના એટલેકે તારીખ ચોદ મે ના રોજ કર્મચારીઓ ની બેદરકારીથી મહામુલા નર્મદા પેયજળ નો અહી અડધા કરોડ કરતા પણ વધુ લીટર પાણી વેડફાઈ જતા સંમ્પ ની આજુબાજુના વિસ્તારમાં પાણીનુ તળાવ બની ગયુ હતું.
       જાણવા મળતી વિગતો મુજબ નર્મદા યોજના થકી વાગડ વિસ્તાર ના સરહદી તાલુકો રાપર સમ્પુર્ણ અછતગ્રસ્ત હોવા સાથે પીવાના પાણીની સમસ્યા થી કાયમી ધોરણે કકળાટ મય રહ્યો છે ત્યારે દુષ્કાળ માં અધીકમાસ ની જેમ આ પાણીના વેડફાટ થી તંત્ર ને કાંઈ ફ્રક પડે કે ન પડે પણ અહીં થી છોડવામાં આવતા પાણી માટે વલખાં મારતા લોકોને કેટલો ફ્રક પડેછે એ ટેબલપર બીસલેરી પાણીની બોટલો રાખી એસી કેબીન માં બેસતા સંબંધીત તંત્ર ના અધિકારીઓ ને કદાચ નહી સમજાય, ગાંધીધામ થી આડેસર વચ્ચે આવતી અનેક હોટલોમાં અનઅધિક્રુત જોડાણો દ્વારા મહીને તગડી કમાણી કરતા આ અધીકારીઓએ આવી હોટલો એ કાયદેસર જોડાણો લીધા છે કે કેમ? આ પ્રશ્નના જવાબ માટે કાંતો અધીકારીઓ ફોન નથી ઉપાડતા કાં પછી મીટીંગ ચાલુ છે એવા જવાબ સાથે પત્રકારો થી અંતર જાળવી ને પોતાના ભ્રષ્ટાચાર ને પોષી રહ્યા હોવાનું પણ સ્પષ્ટ વર્તાઈ રહ્યુ છે.
       ત્યારે એક તરફ પાણી માટે વલખાં છે તો બીજી તરફ પાણીની રેલમછેલ આવી નીભરતા અને બેદરકારી નુ ઠીકરૂ નાના કર્મચારીઓ પર ફોડવામાં માહીર નર્મદા યોજના અને પાણી પુરવઠા ના અધીકારીઓ નુ કોઈ પુછાણુ લેવાશે કે પછી પ્રજના આ પ્રાણ પ્રશ્ન ને રફેદફે કરી ફીર વોહી રફતાર ચાલુ રહેશે એવુ લોકો માં ચર્ચાઈ રહ્યું છે, કે ટીવી ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા પ્રયાસો બાદ ભચાઉ ખાતે કે ટીવી ન્યૂઝ સાથે વાત કરવા તૈયાર થયેલા પાણી પુરવઠા ના કાર્યપાલક ઈજનેર શ્રી કે. પી . સીઘ સાહેબે જણાવ્યું હતું કે પચાસ લાખ લીટર નહી પણ પંદર વીસ લાખ લીટર પાણી વેડફાયુ હશે એવું સ્વીકારી ને હોટલો વાળા ઓ દ્વારા લેવામાં આવે લા કનેકશન બારામાં તાજેતરમાં કેશ કરવામાં આવેલા છે અને અમારા કાર્યક્ષેત્ર માં સામખીયાળી થી ચિત્રોડ સુધી ની હોટલો અને કંપનીઓ આવેછે જેમાં નીયમાનુસાર કનેકશન અપાયેલ છે અને કોઈ અનધિકૃત માલુમ પડશેતો કાર્યવાહી કરવામાં આવશે એવુ શ્રી સીંઘે જણાવ્યું હતું.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment