રિપોર્ટર(ભુજ):- ધનસુખ ઠક્કર સાથે બિમલ માંકડ
ભુજ શહેરી વિસ્તારમાં આવેલા હમીસર તળાવમાંથી રઘુનાથજીના આરાથી પાવડીવાળા વિસ્તારો સુધી પાણી વગર કીચડમાં વલખાં મારતાં જળચર પ્રાણી કાચબાઓની જીવન મરણ પથારી વચ્ચે ધકેલાઈ રહેલ દશામાં હતાં ત્યારે આજે બપોરે ત્યાંથી પસાર થતાં એક જીવદયા પ્રેમીની નજરે આ અવદશામાં પડેલા જળચર પ્રાણીઓ પર પડી હતી ત્યારે તરત જ તેમણે કચ્છ ગૌરક્ષા કમાન્ડો ફોર્સના અધ્યક્ષ અને ભુજ નવી જથ્થાબંધ બજારના અધ્યક્ષ ને જાણ કરતાં તેઓ પોતપોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સાત થી દસ કાચબાઓને તાત્કાલીક મહામહેનતે કીચડમાંથી બહાર કાઢી તરત જ પાણી ભરેલી કોઠીમાં નાખી ભુજ માંડવી હાઈવે રોડપર આવેલા ખત્રી તળાવમાં સુરક્ષિત રીતે જીવતદાન આપી જતન કર્યું હતું આ પરોપકારી જીવદયાના જતનની કવાયતમાં કચ્છ ગૌરક્ષા કમાન્ડો ફોર્સના અધ્યક્ષ ભાવેશ પરમાર, ભુજ નવી જથ્થાબંધ બજાર ગૌસેવા સમિતિના અધ્યક્ષ ફુલેશ મંગલદાસ માહેશ્વરી, તથા ગૌસૈનિકો જયેશ કોઠારી, ઈશ્વર વાઘેલા દેવીપૂજક, સુરેશ વાઘેલા દેવીપૂજક, રાજેશ પ્રજાપતિ, રાહુલ બારોટ વગેરે ખૂબજ પરીશ્રમભરી માનવીય નૈતિક મૂલ્યોની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી તથા બે દિવસ પહેલાં ભુજ શહેરી વિસ્તારમાંથી માલધારીઓ દ્વારા તડછોડાયેલા નાના નાના રસ્તે રજળતાં અશક્ત ૬૦ જેટલા નંદીઓ ભેગા કરી ટ્રેકટર મારફત એક જીવદયા પ્રેમી નગરસેવકના સકારાત્મક સહયોગથી નગરપાલિકાની પીંજરાવાળી ટ્રોલીથી અબડાસા હાઈવે રોડ ટચ રાતા તળાવ ખાતે આવેલી સંતશ્રી ઓધવરામ વાલારામ પાંજરાપોળ ખાતે સુરક્ષિત પહોંચાડી નવજીવન આપ્યું હતું જે કામગીરી ભુજ નગર સેવા સદન દ્વારા કરવાની થાય છે તે કામગીરી આ જીવદયા પ્રેમીઓની સમિતિ કરી રહી છે હાલ કચ્છમાં દુકાળની પાણીની ભયંકર વિકટ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે ત્યારે મૂંગા પશુઓ તથા અન્ય જીવોને સુરક્ષિત રીતે બચાવવા માટે જે પગલાંઓ કચ્છ નાં તંત્રએ લેવા જોઈએ તે જગ્યાએ આ સમિતિના યુવાનો કરી રહ્યાં છે તે અહીં ફલિત થાય છે તેવું સમિતિના મિડિયા કન્વીનર તરીકે ફરજ બજાવતા પંકજકુમાર વ્યાસે નારાજગી સાથે જણાવ્યું હતું

0 Comments:
Post a Comment