રિપોર્ટર(સામખીયાળી):- ધનસુખ ઠક્કર સાથે ઘનશ્યામ બારોટ
વિશ્વવિખ્યાત ભાગવતાચાર્ય પુજ્ય ભાઈશ્રી રમેશભાઈજી ના શિષ્ય અને યુવાકથાકાર ગૌતમભાઈ ગામોટ ના વ્યાસાસને ભાગવતમાં રાજધર્મ અને રાષ્ટ્રવાદ ના વિષય સાથે આજે સામખીયાળી ખાતે ભાગવતકથા નો શુભારંભ થયો હતો જે તારીખ ૨૧ - ૫ ના વિરામ પામશે એ દરમિયાન આજે વહેલી સવારે નીકળેલી ભવ્ય શોભાયાત્રા રામ મંદિરે થી મેઈન બજારમાં થઈ જંગી રોડ પરથી કથા સ્થળ આંબલીયારા રોડ ખાતે જયસુખમારાજ ના પ્લોટે પહોંચી હતી.
જ્યાં ભારતિય સેનાના પુર્વ સૈનીક અને લલીયાણા ગામના ક્ષત્રિય અગ્રણી શ્રી વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજા સાથે, વાગડ વિસ્તાર ના આર્મીમેનો, હનુભા હેતુભા જાડેજા, પ્રવિણસિંહ રાજુભા વાઘેલા , પ્રવિણસિંહ દુદાજી ખોડ , લક્ષ્મણભાઈ શકતાભાઈ ભરવાડ, અને બાબુભાઈ સુજાભાઈ ઉમ્મટ ના હસ્તે અગ્રણીઓ ની ઉપસ્થિતિ વચ્ચે દીપ પ્રાગટય બાદ, યુવા ભાગવતાચાર્ય શ્રી ગૌતમભાઈ ગામોટ ના શ્રી મુખેથી ભાગવતકથા નો શુભારંભ કરવા માં આવ્યો હતો.
આ તકે વ્યાસાસને થી શ્રી ગૌતમભાઈ એ ભાગવતને તમામ રહસ્યો ના ઉકેલ સાથે સરખાવી ને સાચા રાષ્ટ્રવાદ ની પરિભાષા સમજવા માટે ભાગવત શાંભળવા ની સાથે સાથે દરેક શ્રોતાઓ એ એકવાર ભાગવતજી નુ પઠન કરવુ જોઈએ એવુ જણાવવા સાથે, રાષ્ટ્રવાદ અને દેશભકતિ માં રહેલા અંતર ને આ યુવાકથાકારે દ્રષ્ટાંતો સાથે રજુકરી, શ્રોતાઓ ને દયાનમગ્ન કર્યા હતા.
સત્કાર્ય વ્હોટશોપ ગ્રુપ સામખીયાળી દ્વારા શહિદો માટે કરવામાં આવેલી આર્થીક સહાયની કામગીરી જોઈ મળેલી પ્રેરણાને આ કથાનો પાયો માનતા મુખ્યયજમાન કાનજીભાઈ મ્યાજરભાઈ ગામોટે, દેશમાટે ફનાથતા આપણા જવાનો અને આપણી દેશદાઝ ને ઉજાગર કરવા સાથે રાષ્ટ્રીયભકતિ માટે ભાગવતકથા શુ કહેછે એ સમજવા ની હાલે તાતી જરૂર છે ત્યારે આ કથાથી આપણા રાષ્ટ્રધર્મ અને રાજધર્મ ની વ્યાખ્યા ની સમજણ પરિપક્વ બને એવા ઉદેશ સાથે આ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ ઉદેશ નો અંદાજ તો અનોખી રીતે છપાયેલી પત્રીકા માં પણ સ્પષ્ટ દેખાઈ આવે છે, ફક્ત ભારતિય સૈન્ય ને નજર સમક્ષ રાખીને પત્રીકામાં યુદ્ધ સમયે બોલાવાતા દરેક ભારતીય રેજીમેંટ ના જયઘોષ, અને સૈનીકોને આપવામાં આવતા મેડલો અને પરમવિરચક્ર વિષે ની સમજણ સાથે ની આ પત્રિકા અને સૈન્યના જવાનો દ્વારા કરવામાં આવેલા દિપ પ્રાગટય સાથે કદાચ સમગ્ર કરછમાં, શાસ્ત્રોક્ત રીતે, રાજધર્મ અને રાષ્ટ્રવાદ ના વિષય ને આવરી લેતી આ પ્રથમ કથા હશે, એવુ અહી ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા જણાવાયું હતું.
કથા દરમ્યાન આગામી અઢાર તારીખે, શ્રી રામ જન્મ સવારે સાડા દશવાગે ઉજવાશે તો એજ દીવસે બપોરે બાર કલાકે શ્રી ક્રુષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવશે, તો રૂક્ષ્મણી વિવાહ સોમવાર અને વીસ તારીખે ઉજવવામાં આવશે એવુ કથા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ તકે સામખીયાળી બ્રહ્મ સમાજ કાંઠાચોવીસી ના પટેલ વજેરામ ભાણજીભાઇ મારાજ, ભચાઉ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ દયારામભાઈ મહારાજ, સામખીયાળી ના માજી સરપંચ જગદિશભાઇ મઢવી, લાકડીયા ઉપ સરપંચ લાભશંકર ગામોટ, જંગી ઊપ સરપંચ પરસોતમ રણછોડભાઈ મારાજ, સામખીયાળી વેપારી એશોશીએસન મંત્રી ઇશ્વરભાઈ જાટાવાડીયા, ભચાઉ તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ ગંગારામ કાનજીભાઈ લાતર, ગંગારામ પચાણભાઇ મઢવી, રમેશ લાખાભાઈ મસુરીયા, મહાદેવભાઇ બચુભાઇ મઢવી ભચાઉ ભાડાના પુર્વ ચેરમેન વિકાસભાઈ રાજગોરે, ભચાઉ શહેર ભાજપ પ્રમુખ ઉમીયાશંકર મારાજ વિગરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નીસ્વાર્થ સેવામાં શ્રમયોગ દિનેશ શિવરામ જાટાવાડીયા, કનૈયાલાલ ડાયાલાલ ગામોટ,હિમાલય લાભશંકર ગામોટે આપી રહયા છે, તો કેટરર્સ માં નામી કેટરર્સ બળદેવ ઠાકરશીભાઇ ગામોટ તન-મન અને ધનથી થી સેવા આપી પુણ્ય કમાઇ રહયા છે .
આ પંથકની ઐતિહાસિક કથાની શોભાયાત્રામાં ભચાઉ તાલુકા પંચાયતના સદસ્ય હરીભાઈ હેઠવાડીયા, સામખીયાળી મુસ્લીમ સમાજના પ્રમુખ અબ્દુલભાઇ રાઉમા, સામખીયાળી ના માજી ઉપસરપંચ અમીનભાઇ રાઉમા, વિગેરેઓએ હાજર રહી, દેશમાટે દેહના બલીદાન આપનાર તમામ શહિદો ના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી.

0 Comments:
Post a Comment