રિપોર્ટર(ભુજ):-ધનસુખ ઠક્કર સાથે બિમલ માંકડ
કચ્છની એક માત્ર સરકારી હોસ્પિટલ જે અદાણી ફાઉન્ડેશનને સોપીદેવાઈ છે અને ત્યારથી કચ્છના ગરીબ દર્દીઓ અસહ્ય પીડાથી કણસી કણસીને હોસ્પિટલની બેદરકારીને લઈને મોતનાં મુખમાં ધકેલાઈ રહ્યાં છે આવા અનેક કિસ્સામાં ભુજની જી.કે જનરલ હોસ્પિટલ ચર્ચામાં રહી હોવાં છતાં તંત્રની ચુપકીદી ઘણુંબધું કહી જાયછે આવોજ એક કિસ્સો સેવાભાવી અને મંત્રી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ રાજકીય અગ્રણી રફીક મારા દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું જેમાં ગત તા.૧૦ મેં નાં રોજ ગાંધીધામ ખાતે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ લાલચરા ભજીર નેપાળી ઉ.વર્ષ.૩૫ નામની મહિલાને ગાંધીધામ હોસ્પિટલમાં સારવાર અપાયાબાદ વધુ સારવાર અર્થે ભુજ ખસેડવાનું જણાવ્યું હતું અને ઇજાગ્રસ્તને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને દર્દીને સારવાર ન મળતા દર્દીના પરિવારે ગરીબોનાં બેલી રફીક મારા નો સંપર્ક કર્યો હતો તેણે પલવારનો પણ વિલંબ કર્યાવિના હોસ્પિટલ પહોંચતા દર્દીને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવા ફરજપરના તબીબોએ જણાવ્યું અને કરૂણ દ્રસ્ય સર્જાયાં કે તે દિવસે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ભુજની મુલાતે આવ્યાં હતાં અને જીવન મરણ વચ્ચે જોલાં ખાઈ રહેલ આ ગરીબ દર્દીમાટે વેન્ટિલેટર વાળી એમ્બ્યુલન્સ આટલી મોટી હોસ્પિટલમાં ઉપલબ્ધ નહતી કેમકે મુખ્યમંત્રી ની સેવામાં આપવામાં આવી હતી તો બીજીતરફ ભુજ પાલિકાનો સંપર્ક કરતાં આવોજ જવાબ આપવામાં આવ્યો હતો ત્યારે મુખ્યમંત્રી ની સેવા કરતી અદાણી હોસ્પિટલને દર્દીઓનો જરાય વિચાર ન આવ્યો..? અને આટલી મોટી હોસ્પિટલમાં વેન્ટિલેટર વાળી માત્ર એકજ એમ્બ્યુલન્સ અને એપણ સેવામાં..? ત્યારબાદ રફીકભાઈ એ મહામહેનતે આ કણસતી મહિલા દર્દીને એમ્બ્યુલન્સ મળી અને તે અમદાવાદ પહોંચતાજ અંતિમ શ્વાસ લીધા હતાં ત્યારે જો સમયસર એમ્બ્યુલન્સની સેવા મળત તો આ દર્દીનું જીવન બચીજાત
ત્યારે ગુજરાત સરકાર મોટી મોટી જાહેરાતો કરી રહી છે કે ગુજરાતે વિકાસ થયો છે શું ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલનો વિકાસ કર્યો છે??ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન બાબતે અનેક રજુઆતો કરાઈ હોવા છતાંય આ સેવા ઉપલબ્ધ નથી અને માત્ર એક જ વેન્ટિલેટર વાળી એમ્બ્યુલન્સ છે, તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું છે !! બે બે વખત ટ્રોમાં સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું તેમ છતાં આજદિવસ સુધી ટ્રોમાં સેન્ટર ની સેવાઓ દર્દીને આપવામાં આવતી નથી આટલી વેદનાઓ વેઠતાં ગરીબ દર્દીઓ માટે સરકાર દ્વારા અદાણી સંચાલિત કતલ ખાનું ખુલ્લું મુકાયા હોવાનું પણ રફીક મારાએ ઉમેર્યું હતું આ ઘટનાને પગલે ગરીબ દર્દીઓપર થતાં અન્યાયને ન સાંખી લઈ તેઓ એ અદાણી સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવા સહિતની તૈયારી કરી હોવાનું જણાવ્યું હતું ત્યારે હવે આ સફેદ હાથી સમાન અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલ બાબતે સરકારે વિચાર કરી ગરીબોને સારવાર મળે તેવા પગલાં લેવાં જોઈએ અન્યથા એક દર્દીએ જણાવ્યું હતું કે સંત તુલસીદાસે એક દુહામાં કહ્યું છે કે"તુલસી હાય ગરીબ કી કબહુ ના ખાલી જાય, મુવે ઢોર કી ચર્મ સે લોહા ભસ્મ હો જાય" તેવી સ્થિતિ દૂર નથી તેવા શબ્દો આ તંત્ર માટે કહ્યાં હતા.


0 Comments:
Post a Comment