ચીફ બ્યુરો (રાજકોટ) :- ભરત ભરડવા
રાજકોટ શહેરના વર્ધમાનનગરમાં આવેલા શ્રી જૈન શ્વેતાંબર મુર્તિપૂજક તપગચ્છ સંઘ ટ્રસ્ટના દેરાસરમાં રવિવારે ધોળે દિવસે એક શખ્સ ભગવાનની મુર્તિ પર લગાડવામાં આવેલા સોનાના આભુષણ બે નંગ રૂ. ૧,૩૧,૦૦૦ ચોરી ગયો હતો આ મામલે પ્રકાશભાઇ પ્રાણલાલ શાહની ફરિયાદ પરથી એ-ડિવીઝનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી મુળ વારાણસીના જેતપુરા ગામના પદુમનાથ પ્રભુનાથ પાઠક નામના બ્રાહ્મણ પ્રોૈઢની કાલાવડ રોડ એમ. જી. હોસ્ટેલ સામેના રોડ પરથી ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોતાની દિકરીના લગ્ન માટે પૈસાની જરૂર હોઇ જેથી ચોરી કર્યાનું રટણ આ પ્રોૈઢે કર્યુ હતું.....
બે દિવસ પૂર્વે રાજકોટના જૈન દેરાસરમાં ચોરી થયાની જાણ થતાં જ એ-ડિવીઝન પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમ કામે લાગી ગઇ હતી. દરમિયાન એક શકમંદ શખ્સના સીસીટીવી ફૂટેજ મળતાં તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. એ દરમિયાન ક્રાઇમ બ્રાંચ પોલીસે cctv ફૂટેજ મુજબનો શકમંદ કાલવાડ રોડ પર ન્યારી ફિલ્ટર પ્લાન્ટ પાસે હોવાની બાતમી મળતાં સકંજામાં લઇ તલાશી લેતાં તેની પાસેથી સોનાની કપાળી બે નંગ મળતાં તે બાબતે આકરી પુછતાછ થતાં તેણે દેરાસરમાંથી ચોરી કર્યાનું કબુલતાં ધરપકડ કરી મોબાઇલ ફોન પણ કબ્જે લેવાયો હતો. પુછતાછમાં પોતાનું નામ પદુમનાથ પ્રભુનાથ પાઠક જણાવ્યું હતું. પોતે સોપારી-તમાકુનો ધંધો કરતો હોઇ અવાર-નવાર રાજકોટ આવતો હોવાનું અને આગામી ૨૫ મેના રોજ પોતાની દિકરીના લગ્ન હોઇ પૈસાની જરૂર હોવાથી જૈન દેરાસરમાં દર્શન કરવાના બહાને જઇ આભુષણ ચોરી લીધાનું કબુલ્યું હતું....
રાજકોટના ચોરી કરનાર આરોપી અનેક પકડ્યા છે અને તેમાં પણ પૈસાની જરૂરિયાત, ઘર ચલાવવા ચોરીના બનાવો જોયા છે પરંતુ જૈન દેરાસરમાં ચોરી કરનાર પિતાએ પોતાનો દીકરીના લગ્ન માટે ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી...
0 Comments:
Post a Comment