ચીફ બ્યુરો (રાજકોટ) :- ભરત ભરડવા
રાજકોટ શહેરમાં જનસંખ્યા કરતાં વાહનોની સંખ્યા વધી ગઈ હોય ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વિકરાળ બની ગઈ છે જેના લીધે રાજમાર્ગો પર શેરડીના રસના ચિચોડાઆેની મંજૂરી નહી આપવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કરેલા આદેશને પગલે દબાણહટાવ અધિકારી બી.બી.જાડેજા તૂટી પડયા છે અને શહેરના તમામ 48 રાજમાર્ગો પર રાઉન્ડ ધ ક્લોક દબાણ હટાવ શાખાની ચેકિંગ ડ્રાઈવ શરૂ કરાવીને અગાઉ લીધેલી મંજૂરીની તારીખ પૂર્ણ થાય કે તુરંત જ મંજૂરી રદ કરી નાખવા ઈન્સ્પેક્ટરોને આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.
વીઓ : 1
વિશેષમાં આ અંગે મહાપાલિકાના દબાણ હટાવ અધિકારી બી.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરના આદેશ અન્વયે શેરડીના રસના જે ચિચોડાઆેને અગાઉ મંજૂરી આપવામાં આવી હતી તે રદ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે સામાન્ય રીતે શેરડીના રસના ચિચોડાઆેને 10થી 15 દિવસની મંજૂરી આપવામાં આવતી હોય છે. ઉનાળાની સિઝનના પ્રારંભે જે લોકો મંજૂરી લઈ ગયા હતા તેઆેની મંજૂરી હવે પૂર્ણ થઈ ગઈ હોય રિન્યુ કરાવવા માટે દબાણહટાવ શાખામાં આવી રહ્યા છે પરંતુ એક પણ મંજૂરી રિન્યુ કરવામાં આવતી નથી તેમજ 48 રાજમાર્ગો પરની એક પણ નવી મંજૂરી આપવામાં આવતી નથી. કમિશનરના આદેશ અનુસાર હવે ફક્ત મહાપાલિકાના પ્લોટમાં જ શેરડીના રસના ચિચોડાધારકોએ બેસવાનું રહેશે અથવા તો તેઆેની પોતાની દુકાન હોય તો તેની અંદર ચિચોડો રાખી શકે છે પરંતુ તેને ત્યાં આવતાં ગ્રાહકો કે તેમના ગ્રાહકોના વાહનો ટ્રાફિકને નડતરરૂપ બનવા જોઈએ નહી.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાજમાર્ગો પર ચિચોડાઆેને મંજૂરી નહી અપાય તેવી જાહેરાત કરવામાં આવ્યા બાદ દબાણહટાવ શાખાએ સપાટો બોલાવી દઈ ત્રણ દિવસમાં 25થી વધુ ચિચોડાઆેની મંજૂરી રદ કરી નાખતાં આજે કાેંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કાેંગી ફરિયાદ સેલના રણજી મુંધવાની આગેવાનીમાં ભાવેશ પટેલ, નિખીલ રાજદેવ, ઈન્દુભા રાઆેલ, મેરામ ચૌહાણ, ગજુભા ઝાલા સહિતના કાર્યકરોની આગેવાનીમાં શેરડીના રસનો ચિચોડો મનપા કચેરીમાં લાવી પ્રતીકાત્મક વિરોધ પ્રદશિર્ત કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ આ વેળાએ સ્થળ પર બંદોબસ્તમાં રહેલા વિજિલન્સ પીએસઆઈ ચુડાસમાએ આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. કાેંગીજનોની માગણી એવી હતી કે રાજમાર્ગો પર વર્ષોથી ચિચોડા ઉનાળાની ઋતુમાં કાર્યરત રહે છે અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના ધંધાર્થીઆે પેટીયું કમાતાં હોય છે ત્યારે તેમને દૂર કરવા ન જોઈએ.
0 Comments:
Post a Comment