ચીફ બ્યુરો (રાજકોટ) :- ભરત ભરડવા
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પાળ ગામે રહેતા અને વારસાગત મળેલી જમીનમાં ખેતી કરી પુત્ર સાથે રહેતા ચકુભાઇ મનજીભાઇ મેનપરા નામના 75 વર્ષીય પટેલ વૃધ્ધે ડીસીબીમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની રેવન્યુ સર્વે નંબર 219ની 3 એકર જમીન ગુલાબનગરના ફીલીપભાઈ ડાયાભાઇ પટેલને 33.40 લાખમાં તેમજ 1 એકર જમીન 11.16 લાખમાં રાજેશ ગોબરભાઇ ભંડેરી અને અંકિત શાંતિલાલ વરસાણીને વહેંચી હતી જેનો દસ્તાવેજ 8 માર્ચે કર્યા બાદ ફીલીપભાઈએ ફોન કરીને બોલાવતા મળવા જતા તેઓએ એક નોટિસ દેખાડી હતી જેમાં સંજય કિશોરભાઈ ઘીળકીયા અને જયદીપ સુરેશભાઈ પરમારના નામના સાટાખત દેખાડ્યા હતા જે સાટાખતમાં પોતાનું ચૂંટણી કાર્ડ, ફોટા, અંગુઠો વગેરે હતા ચૂંટણી કાર્ડ અને ફોટો આ લોકોએ કઈરીતે લઇ લીધા તે ખબર નથી અને અંગુઠો પણ પોતાનો નહિ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ ગોંડલ સિવિલ કોર્ટમાં દાવા અરજી પણ કરી હોય તે અરજી પણ દેખાડી હતી પોતે આવો કોઈ સાટાખત કર્યો નહિ હોવાનું અને આ લોકોને નહિ ઓળખતા હોવાનું ચકુભાઈએ જણાવ્યું હતું ત્રણેક દિવસ પૂર્વે પુત્ર વિપુલ સાથે પીપળીયા હોલ નજીક ઉભો હતો ત્યારે એક શખ્સ કાર લઈને આવ્યો હતો અને પોતે અજય રાયધન બોરીચા હોવાની ઓળખ આપી પોતે જ બંને શખ્સોના નામે ખોટું સાટાખત કરાવ્યું હોવાનું કહી જમીન હવે ભૂલી જજો, જમીન ઉપર પગ મુકશો તો સારાવાટ નહીં રહે, સાટાખત રદ કરાવવું હોય તો બે કરોડ આપવા પડશે પોલીસ અરજી પણ પાછી ખેંચી લેજો તેવું કહી ધમકી આપી હતી જેથી અજય બોરીચા, સંજય ધોળકિયા અને જયદીપ પરમાર સામે ઠગાઈ અને ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવતા એસઓજી પીઆઇ આર વાય રાવલ સહિતના સ્ટાફે જરૂરી તમામ આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી....પકડાયેલ ભૂમાફિયા ત્રિપુટી પૈકી અજય રાયધન બોરીચા અગાઉ હત્યા અને મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે તાજેતરમાં મકરસંક્રાંતિના દિવસે ખોડલધામના ટ્રસ્ટી ઉપર પણ હુમલો કર્યો હતો તેમજ બે વખત પાસા હેઠળ જેલયાત્રા કરી ચુક્યો છે જયારે જયદીપ સુરેશભાઈ પરમાર બળજબરીથી નાના કઢાવવા અને મારામારી સહિતના ગુનામાં પકડાઈ ચુક્યો છે
0 Comments:
Post a Comment