રાજકોટના મોટા મૌવામાં સપ્તાહ પૂર્વે કારખાનેદાર પરિવારને સૂતો રાખી 13.92 લાખનો હાથફેરો કરનાર શાપરની બેલડીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો

ચીફ બ્યુરો (રાજકોટ) :- ભરત ભરડવા 
શહેરના મોટા મૌવામાં શ્યામલ સિટીમાં રહેતા અને શાપરમાં કારખાનું ધરાવતા વિપુલભાઈ કિશોરભાઈ વેકરીયા નામના પટેલ કારખાનેદારને ઘરમાં સપ્તાહ પૂર્વે સીડી રૂમના ખુલ્લા બારણામાંથી તસ્કરોએ પ્રવેશ કરી ઘરના તમામ સભ્યોને સુતા રાખી રોકડા 12 લાખ, સોનાનો ચેઇન, મોબાઈલ સહીત 13,92,500 રૂપિયાની ચોરી કરી હતી આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા અલગ અલગ ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે વોચ ગોઠવી ચોરીમાં સંડોવાયેલ બે શખ્સો આજી ડેમ બગીચા પાસે બેઠા હતા ત્યારે તેને પોલીસે દબોચી લીધા હતા ચોરી કરનાર શાપર વેરાવળના લલિત ઉર્ફે લક્કી હેમતભાઈ ધામેચા જાતે કોળી અને જગદીશ દેવાભાઇ માંગરોલીયા પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ દોઢ લાખનો ચેઇન, 8.70 લાખ રોકડા, ચોરીમાં ઉપયોગમાં લીધેલ એક્ટિવા અને 6 ફોન સહીત 11,30,500 રૂપિયાનો મુદામાલ કબ્જે લીધો હતો....પોલીસના જણાવ્યા પ્રમાણે બંને આરોપીઓ ડ્રાંઈવિંગ કામ કરે છે અને પેલી વાર જ ચોરીના ગુનામાં પકડાયા છે બંને આર્થિક સંકડામણ દૂર કરી આર્થિક રીતે સધ્ધર થવા આ ચોરીનો પ્લાન બનાવ્યો હતો ફરિયાદીને શાપરમાં કારખાનું હોય જેથી તેની પાસે પૈસા હોય જ તેવું નક્કી કરી ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.....કારખાનેદાર વિપુલભાઈ વેકરીયાએ જે દુકાન માંથી મોબાઈલ લીધો હતો તે જ દુકાનમાં આ બંને તસ્કરો તે ફરિયાદીનો જ મોબાઈલ ચોરીને વેચવા જતા મોબાઇના વેપારીને શંકા જતા ભાંડો ફૂટી ગયો હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે લોકેશન આધારે બંનેને ઝડપી લીધા હતા....


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment