સૌરાષ્ટ્ર - કચ્છની બૌદ્ધ ગુફાઓ

રિપોર્ટર (ઉના):-  ધર્મેન્દ્ર  વઘાસીયા

ભારતમાં જન્મેલો બૌદ્ધ ધર્મ આખા વિશ્વમાં ફેલાયો. ઉત્તર પૂર્વ અને દક્ષિણના દેશો માં સંપૂર્ણ બૌદ્ધ ધર્મ પાળે છે. આજે વિશ્વના 22 રાષ્ટ્રોનો  ધર્મ બૌદ્ધ છે. ચક્રવર્તિ સમ્રાટ અશોક શાસન ઈ. સ. પૂર્વે 273 થી ઈ. સ. 975 સુધી ગુજરાતમા બૌદ્ધ ફેલાયેલો જોવા મળે છે.પુરાતત્ત્વ વિભાગની ઐતિહાસિક નોંધ,બૌદ્ધ સ્તૂપો,વિહારો અને ઠેર ઠેર બૌદ્ધ ગુફાઓના અવશેષો દર્શાવે છે કે અહીં ખૂબ મોટાપાયે બૌદ્ધ ધર્મ પળાતો હતો.

જાણીતા કવિ અને SBI ઊના શાખાના ચીફ મેનેજર શ્રી નિલેશ કાથડ દ્રારા લીખિત 'સૌરાષ્ટ્ર - કચ્છની બૌદ્ધ ગુફાઓ' અંગે પુસ્તક પ્રગટ કર્યું છે. આ પુસ્તકના લેખક શ્રી નિલેશ કાથડ અને એમની ટીમના સભ્યો બે વરસની સખત મહેનત થકી આ પુસ્તક શક્ય બન્યું છે. તમે પુસ્તક વાંચવા થી લાગશે કે તમે પોતે તે જગ્યાએ પ્રવાસ કરી રહ્યા છે. એક જ પુસ્તકમા બૌદ્ધ ધર્મ, ઇતિહાસ, પુરાતત્ત્વ વિભાગ, ઈજનેરી કલા, લોકમાન્યતા, અને પ્રવાસ વર્ણન  અને તેમનું પોતાનું મૌલિક આકલન આ પુસ્તકને અદ્ભૂત અને અનન્ય બનાવે છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

1 Comments: