જેતપુરના જૂનાગઢ રોડ ઉપર માર્કેટીંગ યાર્ડની સામે આવેલ જીટીએલ કિસાન સુવિધા કેન્દ્રમાં જીએસએસી ખાતરની અંદાજીત પ૦૦થી વધુ ગુણીમાં ૪૦૦થી ૭૦૦ ગ્રામ સુધીનું ઓછું વજન હોય તેવી ગુણીઓ ખેડૂતોને પધરાવી દીધેલ હોય ત્યારે આવા કરોડો રૂપિયાનું કૈભાંડ આચર્યું હોવાનું ગુજરાત ખેડૂત સમાજ અને ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે જીએસએફસીના વાઈસ પ્રેસીડેન્ટે મિડીયા સમક્ષ નોટંકીરૂપી જવાબો આપતા કંઇક તો અંદર ખાને રંધાઇ રહ્યું હોવાનું પ્રતિત થઇ રહ્યું હતું.
જેતપુરમાં થોડા મહિના પહેલા મગફળી કૈભાંડ બાદ આજે ફરી એકવાર ખાતર કૈભાંડ આચર્યું હોવાનું ગુજરાત ખેડૂત સમાજ અને ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ખાતર નવાગઢના ખેડૂત ચેતનભાઇ ભુવાએ તા.પ/પના રોજ જેતપુરના ગોડાઉનમાંથી ખરીદી કર્યા બાદ પોતાના ખેતરે લઇ જતાં મજુરોને કંઇક વજન ઓછું હોય તેવું લાગતા તેમને વજન કાંટામાં ખરીદેલ તમામ ગુણીઓનો વજન કરતા દરેક ગુણીઓમાં પ૦.પર કિ.ગ્રા. વજન પ્રિન્ટેડ થઇ હોય તેના કરતા પ૦૦ થી ૭૦૦ ગ્રામ વજન ઓછું નીકળેલ હતું. જેથી ખેડૂત સમાજના આગેવાનોને જાણ કરતા આજે સવારે ગોડાઉન ઉપર ઘરાવ કરી તમામ ખેડૂતો દોડી ગયા હતા.
જ્યાં ડેપો સંચાલક કેતન જે.જાંજરૂકિયાને રજુઆત કરતા ગોડાઉનની ગુણીઓ વજનકાંટામાં તોલતા ડેપો સંચાલક પણ સ્તબ્ધ થઇ ગયા હતા. ખેડૂતોનો રોષ વ્યાપક પ્રમાણમાં વધતો જતો હોવાથી જીએસએફસીના અધિકારીઓને ટેલીફોનિક જાણ કરતા તેઓ મારતી જીપે જેતપુર આવવા રવાના થયા હતા.
જ્યારે આ તમામ ગુણીઓ તોલમાપ જૂનિયર ઇન્સપેકટર મનીષાબેન મોરીએ જણાવેલ કે, ગુણીઓની અલગ અલગ થપ્પીઓના જથ્થામાંથી રેન્ડલમી પાંચ પાંચ ગુણીઓમાંથી પચાસ બોરીનું વજન કરતા મોટાભાગની બોરીઓમાં પ૦૦થી વધુ વજન ઓછું વજન નીકળેલ હતું.
આ ખાતર કૈભાંડ બહાર લાવનાર પાલભાઇ આંબલીયાએ જણાવેલ કે, આ ભાજપ સરકાર કૈભાંડી સરકાર છે અને તેઓ મોટા મગરમચ્છોને છાવરી રહ્યા છે અને માત્ર મજુરો તેમજ ગોડાઉન મેનેજર જેવા નાના માણસોને આરોપીઓ બનાવી સમગ્ર કૈભાંડને દબાવી દેવામાં માહિર છે, આ કૈભાંડમાં પણ આવું જ થશે કેમ કે, ભુતકાળમાં મગફળી, બારદાન, તુવેર કૈભાંડમાં પણ નાના કર્મચારીઓને આરોપીઓને જ ગુનેગારો બનાવ્યા છે, જ્યારે મોટા અધિકારીઓ તથા નેતાઓને છાવર્યા છે તે મોટું ઉદાહરણ છે.
જ્યારે જીએસએફસીના વાઇસ પ્રસિડેન્ટ દિલીપભાઇ ગાંધીએ જણાવેલ કે, આ પબ્લીક સેક્ટરની કંપની છે, આમા અમારે ઓછું ખાતર આપવાનો સવાલ જ નથી, ૩ર વર્ષથી સીક્કા ખાતે ઓટોમેટીક પ્લાન્ટમાં દરરોજની રપ૦૦થી વધુ ગૂણીઓનું કાયમી પ્રોડક્શન છે. જેમાં કાયમી ધોરણે ખેડૂતોને ખાતરમાં વજન વધુ મળે તેવા જ ઓટોમેટિક સેટીંગ્સ કરેલ હોય છે. જા બેગમાં ઓછું વજન થાય તો બેગ રીલીઝ જ ના થાય, જા કે આ કોઇ મશીનની ખામીને કારણે ઓછા વજનની ગુણીઓ આવેલ છે તેનું ક્રોશ ચેક કરીને તમામ ગુણીઓ રીપ્લેશ કરી આપવામાં આવશે અને ખેડૂતોને ઓછા વજનની ગુણીઓ મળેલ છે તે તમામ બેગ રીપ્લેશ કરી આપવામાં આવશે. આ બનાવ પછી તમામ ડેપોમાં વજનકાંટા ગોઠવવમાં આવશે અને ખેડૂતો ક્રોશ ચેક કરીને જ લઇ શકશે.
જ્યારે આજના આ કૈભાંડમાં ઓછું ખાતર હોય તે ગયું ક્યાં?? ખેડૂતોને તેમનું યોગ્ય વળતર આપવામાં આવશે?? આવા કેટલા કેપોમાં ગુણીઓ ગયેલી છે?? એક જ માર્કા વાળી કેટલી બેગો ઓછી વજન વાળી પ્રોડક્શનમાંથી નીકળેલ છે?? આવા તમામ જવાબોમાં અધિકારીએ લાજ કાઢી હોવાનું સામે આવ્યું હતું.

0 Comments:
Post a Comment