ખૂન કેસ જેવા ગંભીર ગુનાના બાકી રહેતા આરોપીઓને ગણતરીના સમય માં પકડી પાડતી બોરતળાવ પોલીસ

ચીફ બ્યુરો (ભાવનગર):- અરશદ 
મહે આઈ.જી.પી શ્રી અશોકકુમાર યાદવ, સાહેબનાઓએ ભાવનગર જિલ્લામાં ગંભીર બનાવો બનતા અટકાવવા તથા બનેલ બનાવો ના ગુન્હા શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી સૈયદ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશન I ગુ.ર.નં. ૯૦/૧૯ IPC ક. ૩૦૨, ૩૬૪, ૩૯૭, ૧૧૪ GPA ક. ૧૩૫ મુજબના કામે પો.ઈન્સશ્રી કે.એમ.રાવલ સાહેબ તથા હેડ કોન્સ. દિપસંગભાઇ ભંડારી તથા નિલેશભાઇ ભટ્ટ તથા ડી.સ્ટાફના માણસો જી.એ.કોઠારીયા, ડી.કે.ચૌહાણ, ભીખુભાઈ બુકેરા, હિરેનભાઈ મહેતા, સેજાદભાઈ સૈયદ, તથા નિલમબેન વિરડીયા વિગેરે પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તાર બોરતળાવ સુંદરાવાસ બંગલા પાછળ બનેલ ખૂનના ગુનાના કામે અલગ અલગ ટીમો બનાવી અટક કરવાના બાકી આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન ભીખુભાઈ બુકેરા અને હિરેનભાઈ મહેતા નાઓને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે, આ કામના આરોપીઓ ૨૦૭૦ નંબરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇ કુંભારવાડા બાનુબેનની વાડીમાં રહેતા તેના સબંધીના આવવાના છે તેવી હકિકત મળતા જેથી વર્ણનવાળુ મો.સા. નિકળતા રોકી જેના નામ ઠામ પુછતા (૧) પ્રવિણભાઇ કનુભાઇ આલગોતર ઉ.વ. ૧૮ રહે. સુભાષનગર વર્ષા સોસાયટી મફતનગર ભાવનગર (૨) રોહીતભાઇ ઉર્ફે કાળો બાબુભાઇ બારૈયા ઉ.વ. ૧૮ રહે. ઘોઘારોડ ચૌદનાળા ૫૦ વારીયા ભાવનગર વાળા હોવાનું જણાવેલ જેને ઉપરોક્ત ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે તેમજ મજકૂર આરોપી વિપુલભાઇ ભગવાનભાઇ બુધેલીયા ને નામદાર કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરતા તા. ૧૪/૦૫/૨૦૧૯ ના ક. ૧૧/૦૦ વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજુર થયેલ છે મજકૂર આરોપીઓ પાસેથી ગુન્હા સમયે વાપરેલ હથિયારો કબજે કરવા તજવીજ શરૂ છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment