રીપોર્ટર (કચ્છ):- ધનસુખ ઠક્કર સાથે બિમલ માંકડ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી ડી.બી.વાઘેલા સાહેબ .તથા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબીયા સાહેબ નાઓએ ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગેની સુચના આપેલ હોય જે અંગે ના.પો.અધિ.શ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓના માર્ગદર્શનથી ભુજ શહેર બીડિવીઝન પોલીસ સ્ટેશનના ગુના કામે નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં હતા દરમ્યાન એલ.સી.બી .ઇ.પો.ઇન્સ. શ્રી એમ.બી.ઔસુરા તથા ઇ.પો.ઇન્સ.શ્રી એ.એન.પ્રજાપતિ ભુજ બી ડીવી. પો.સ્ટે. નાઓએ આરોપી પકડવા સારુ સંયુકત કવાયત હાથ ધરેલ હોય જેમાં ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સર્વેલન્સના ડેટા આધારે તપાસ કરતા ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુર.નં-૨૧૬/૨૦૦૪ ઇ.પી.કોકલમ૧૨૦(બી), ૨૭૨, ૨૭૩, ૪૦૬, ૪૨૦, ૪૧૭, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૬, ૪૮૨, ૪૮૬, ૪૮૭ મુજબના ગુના કામેનો આરોપી દક્ષેશ દિવ્યાકાંત દેસાઇ છેલ્લા ૧૫ વર્ષથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય. જેમાં આરોપી દક્ષેશ દેસાઇ નાઓએ ભુજ શહેરમાં નકલી ઘી તથા નકલી ખાધ સામગ્રીનો વેપાર કરી લોકોના શારીરિક સ્વાસ્થય સાથે ચેડા કરેલ હોય જેના ગુનાની ગંભીરતા સમજીને હ્યુમન રીસોર્સઝ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરી કરાવતા મજકુર ઇસમ અમદાવાદ પાલડી ખાતે હાજર હોવાની હકિકત મળતા ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટેની એક ટીમ તૈયાર કરેલી જેમાં સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ જયદિપસિંહ વી.ઝાલા તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ કે.ઝાલા નાઓને તાત્કાલીક અમદાવાદ મોકલી આપેલ જેમાં આરોપી દક્ષેશ દિવ્યકાંત દેસાઇને બાતમીવાળી જગ્યાએ આજરોજ વહેલી પરોઢે હાજર મળી આવતા ઝડપી લીધેલ અને ભુજ ખાતે લઇ આવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારુ પો.સબ.ઇન્સ એ.એન.ભટ્ટ સાહેબે હાથ ધરેલ છે.
સદરહુ કામગીરીમાં એલ.સી.બી. ઇ.પો.ઇન્સ્. શ્રી એમ.બી.ઔસુરા તથા તેઓની સાથેના ટેકનીકલ સ્ટાફ તથા ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટેના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન.પ્રજાપતિ તથા પો.સબ.ઇન્સ એ.એન.ભટ્ટ તથા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ.જયદિપસિંહ વી.ઝાલા તથા પો.કન્સ ધર્મેન્દ્રસિંહ કે.ઝાલા તથા પરમવિરસિંહ કે.ઝાલા તથા વુ.પો.કોન્સ. કિરણબેન રાજાભાઇ બાંટવા નાઓ જોડાયેલ હતા. આમ, છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવા સારુ ભુજ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થયેલ છે.

0 Comments:
Post a Comment