ધોરાજીમાં બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર (ધોરાજી) :- કૌશલ સોલંકી 



ભગવાન પરશુરામની જન્મ જયંતી છે ત્યારે ધોરાજીના બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રહ્મસમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામની શોભાયાત્રા પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન પરશુરામની શોભાયાત્રા ધોરાજીના મુખ્ય માર્ગો પર ફરી અને બ્રહ્મસમાજ ખાતે ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપિત કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રહ્મસમાજના લોકો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment