રાજુલા પંથકના દરિયાકાંઠે ખાનગી કંપનીઓએ મેગ્રુવ્ઝના વૃક્ષોનુ નિકંદન કાઢી નાખ્યા

રીપોર્ટર (રાજુલા):- વિપુલ વાઘેલા
રાજુલા પંથકના દરિયાકાંઠે ખાનગી કંપનીઓએ મેગ્રુવ્ઝના વૃક્ષોનુ નિકંદન કાઢી નાખ્યાને પગલે સામાજીક કાર્યકરે હાઇકોર્ટમા જાહેર હિતની અરજી દાખલ કરી હોય અદાલતે હવે ઇકોલોજી કમિશનને ચાલુ માસે રિપોર્ટ રજુ કરવા હુકમ કર્યો છે. રાજુલાના વિકટર ગામના કાર્યકર અજયભાઇ શિયાળે તાજેતરમા ગુજરાત હાઇકોર્ટમા આ બારામા જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમા તેમણે અદાલતમા રજુઆત કરી હતી કે રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમા ખાનગી કંપનીઓ અને કેટલાક શખ્સોએ મેગ્રુવ્ઝના વૃક્ષોને મોટા પ્રમાણમા નુકશાન કર્યુ છે. આ દરિયાઇ વનસ્પતિ પશુપાલકો, પંખીઓ ઉપરાંત દરિયાઇ જીવસૃષ્ટિ માટે ખુબ જ ઉપયોગી છે. ક્ષારનુ પ્રમાણ આગળ વધતુ તે અટકાવે છે. 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment