ગાંજા સાથે સહજાનંદ કોલેજમાં B.B.A. માં અભ્યાસ કરતા વિધાર્થીથી ઝડપી જેતી એસ.ઓ.જી. પોલીસ: સમાજમાં લાલ બત્તી સમાન કિસ્સો

ચીફ બ્યુરો (ભાવનગર):- અરશદ 

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબના ધ્યાને આવેલ કે, ભાવનગર શહેર તથા જીલ્લામાં યુવાધન નશાના રવાડે ચડી પોતાની જીંદગી બરબાદ અને ખુવાર કરે છે અને ખાસ કરીને સારા ઘરના નબીરાઓ કે સ્કુલ કોલેજોમાં અભ્યાસ કરતા હોય તેઓ નશાના રવાડે ચડી પોતાની જીંદગી પાયમાલ કરે છે. જેથી બાબતને ખુબજ ગંભીરતાથી લઇ એસ.ઓ.જી. શાખાને આ બાબતે ખાસ વોચ/ડ્રાઇવ રાખી માહિતી મેળવી સ્કુલ/કોલેજની આજુબાજું ખાનગી રાહે તપાસ કરી આવી કોઇ ગેરકાયદેસર પ્રવૃતી ધ્યાને આવે તો કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ 
     જે સુચના અનુંસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન. બારોટ સાહેબે એસ.ઓ.જી. શાખાની જુદી-જુદી ટીમો બનાવી સ્કુલ/કોલેજ આસપાસ વોચ ગોઠવી વિધાર્થીઓ નશાનાં ચુંગાલમાં ના ફસાય તે સારૂ ખાસ કાર્યવાહી હાથ ધરેલ દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબને ખાનગી  અને ચોક્ક્સ માહિતી મળેલ કે, મનન વિરલભાઇ શાહ પોતાના એકટીવા સ્કુટરમાં ગાંજાનો જથ્થો લઇને રબ્બર ફેકટરીના પાછળના ભાગેથી નીકળનાર છે. જે બાતમી હકિકત આધારે એસ.ઓ.જી. સ્ટાફે વોચ ગોઢવેલ અને વોચ દરમ્યાન એકટીવા સ્કુટર આર.ટી.ઓ. રજી. નંબર GJ 04 CG 4543 સાથે મનનભાઇ S/O વિરલભાઇ તનસુખભાઇ શાહ ઉ.વ.૧૯ વર્ષ રહેવાસી ૩૦૪, પન્ના પાર્ક, સરદારનગર ભાવનગરવાળાને ઝડપી પાડવામાં આવેલ તેની પાસેથી ગાંજા ૧૧ પેકેટ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી ગાંજો સહિત મોબાઇલ ફોન-૧, રોકડ રૂપિયા ૧૪૫૦/- તથા ડ્રાઇવીંગ લાયસન્સ-૧ તથા એકટીવા સ્કુટર મળી કુલ રૂપિયા ૩૫૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવેલ આવેલ અને મજકુર સામે નાર્કોટિક્સ એકટ તળે કાર્યવાહી કરી ધરપકડ કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબે ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. 
     પકડાયેલ આરોપીની પુછપરછ કરતા પોતે સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ માં B.B.A. બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અને તે તથા તેના મિત્રો ભેગા મળી ગાંજાના નશાના રવાડે ચડી ગયેલ હતા અને અમદાવાદ ખાતેથી ઇ- પેમેન્ટ દ્વારા  પૈસા મોકલી ગાંજાનો જથ્થો કુરીયર અને બસમાં પાર્સલની આડમાં બોક્સ પેકિંગ કરી મંગાવતા હતા અને મિત્રો ભેગા મળી ગાંજાનુ સેવન કરતા હતા. આમ આ કિસ્સો સમાજમાં લોકો માટે લાલબત્તી સમાન છે. 

    આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્પેત કટરશ્રી એસ.એન.બારોટ સાહેબ તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. જી.પી.જાની તથા હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા તથા વિજયસિંહ ગોહિલ તથા હરેશભાઇ ઉલવા તથા ટી.કે.સોલંકી તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમા તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા હારીતસિંહ વિજયસિંહ તથા શરદભાઇ ભટ્ટ જોડાયા હતા.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment