ચીફ બ્યુરો (રાજકોટ):- ભરત ભરડવા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ માસમાં લેવાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહની અને એપ્રિલ માસમાં લેવાયેલી ગુજકેટનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. 84.47 ટકા પરિણામ સાથે રાજકોટ જિલ્લાે સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ પરિણામમાં ટોચ પર રહ્યાે છે પરંતુ આ વખતના પરિણામમાં ‘ગઢ આલા… સિંહ ગેલા’ જેવું થયું છે. રાજકોટ શહેર-જિલ્લાના કુલ 9,380 વિદ્યાર્થીઆેએ પરીક્ષાના ફોર્મ ભર્યા હતા તે પૈકી 9,351 વિદ્યાર્થીઆેએ સાયન્સની પરીક્ષા આપી હતી
અને એ-1 ગ્રેડમાં માત્ર 20 વિદ્યાર્થીઆે પાસ થયા છે. રાજકોટ જિલ્લાના પરિણામની લગોલગ જ રાજકોટ શહેરનું પરિણામ આવ્યું છે. રાજકોટ (ઈસ્ટ)માં કુલ 1734 વિદ્યાર્થીઆેએ પરીક્ષા આપી હતી તે પૈકી 1464 પાસ થતાં પરીક્ષાનું પરિણામ 84.43 ટકા આવ્યું છે. જ્યારે રાજકોટ સદર (વેસ્ટ)ના 4684 વિદ્યાર્થીઆેમાંથી 3,954 વિદ્યાર્થીઆે પાસ થયા છે અને સદર કેન્દ્રનું પરિણામ 84.42 ટકા આવ્યું છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 9351 વિદ્યાર્થીઆેએ પરીક્ષા આપી હતી તે પૈકી 7,899 વિદ્યાર્થીઆે પાસ થયા છે. સાયન્સની પરીક્ષામાં પાસ થવાનું પુરતું હોતું નથી પરંતુ ગ્રેડમાં જો ઉંચા સ્થાને હોય તો મેરિટ મુજબ મેડિકલ અને એન્જિનિયરિ»ગમાં પ્રવેશ આસાન બની જાય છે. સમગ્ર રાજ્યમાં કુલ 254 વિદ્યાર્થીઆે એ-1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે તેના 10 ટકા વિદ્યાર્થીઆે પણ રાજકોટના નથી. રાજકોટની સરખામણીએ અન્ય શહેરોના રિઝલ્ટની વાત કરીએ તો જામનગર-જૂનાગઢમાં 5, ભાવનગરમાં 7, સુરેન્દ્રનગરમાં 4, પોરબંદરમાં 2, ગીર-સોમનાથમાં 2 અને મોરબીમાં ત્રણ વિદ્યાર્થીઆે એ-1 ગ્રેડ મેળવી શકયા છે. બોટાદ, દ્વારકા જિલ્લામાં એક પણ વિદ્યાર્થીને એ-1 ગ્રેડ પ્રાપ્ત થયો નથી.. રાજકોટ અને સૌરાષ્ટ્રની સરખામણીએ ગુજરાતના વિદ્યાર્થીઆે એ-1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં અગ્રેસર રહ્યા છે. અમદાવાદમાં 32, વડોદરામાં 22, સુરતમાં 95 અને નવસારીમાં 12 વિદ્યાર્થીઆેને એ-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે.મેરિટ સબજેકટ ગણાતા કેમેસ્ટ્રી, ફિઝિકસ અને બાયોલોજીમાં મોટાપાયે ધોવાણએન્જિનિયરિંગ અને મેડિકલમાં ફિઝિકસ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીના પરિણામની ટકાવારીના આધારે એડમિશન અપાતા હોય છે. બોર્ડે આજે જાહેર કરેલા ધો.૧૨ સાયન્સના પરિણામમાં મેરિટ સબજેકટ ગણાતા આ ચારેચાર વિષયમાં વિધાર્થીઓનું મોટાપાયે ધોવાણ થયું છે. વિષયવાર પરિણામની ટકાવારીમાં સૌથી નીચું પરિણામ કેમેસ્ટ્રીનું ૭૨.૮૬ ટકા, ફિઝિકસનું ૭૬.૨૦ ટકા, બાયોલોજીનું ૭૪.૬૦ ટકા અને મેથ્સનું ૮૪.૭૮ ટકા પરિણામ જાહેર કરાયું છે. ગુજરાતી (ફસ્ર્ટ લેવલ અને સેકન્ડ લેવલ)નું પરિણામ ૧૦૦ ટકા છે. હિન્દીનું ૯૯.૪૬ ટકા, અંગ્રેજીનું ૯૮.૭૪ ટકા, સંસ્કૃતનું ૯૬.૭૮ ટકા પરિણામ આવ્યું છે પરંતુ પ્રવેશ વખતે આ સબજેકટના પરિણામની કે તેની ટકાવારીની કયાંય ગણતરી કરાતી નથી.

0 Comments:
Post a Comment