ગુજરાત રાજ્યના પૂરવઠા મંત્રી જયેશ રાદડિયાના હોમટાઉન જેતપુર શહેરના માર્કેટ યાર્ડમાં ગુજરાત ખેડૂત સમાજ અને કિસાન કાેંગ્રેસ નામની સંસ્થાએ કરેલી દરોડા કાર્યવાહી

ચીફ બ્યુરો (રાજકોટ):- ભરત ભરડવા 
ગુજરાત રાજ્યના પૂરવઠા મંત્રી જયેશ રાદડિયાના હોમટાઉન જેતપુર શહેરના માર્કેટ યાર્ડમાં ગુજરાત ખેડૂત સમાજ અને કિસાન કાેંગ્રેસ નામની સંસ્થાએ કરેલી દરોડા કાર્યવાહીમાં જીએસએફસીના ખાતરના સ્ટોરમાં વેચાતાં ખાતરની ગુણીઆેમાં નિયત માત્રા કરતાં 800 ગ્રામ ખાતરનો જથ્થો આેછો નીકળતાં ખળભળાટ મચી ગયો હતો. ગુજરાત સ્ટેટ ફટિર્લાઈઝર કોર્પોરેશનના રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડોમાં તેમજ અન્ય સ્થળોએ આવેલા સ્ટોરમાં પણ આવી જ કંઈક ગોલમાલ હોવાની આશંકા અને રાજ્યવ્યાપી કૌભાંડ હોવાના આક્ષેપો ઉઠતાં કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પણ આ અંગે તપાસના આદેશો જારી કર્યા હોવાનું જાણવા મળે છે. દરમિયાન સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં પણ જીએસએફસીનો સ્ટોર આવેલો હોય ત્યાં આગળ પણ આેછા વજનના કૌભાંડ મામલે ચેકિંગ દરમિયાન ગુજરાત ખેડૂત સમાજ અને કિસાન કાેંગ્રેસના આગેવાનોએ એવો આક્ષેપ કર્યો છે કે મગફળી, તુવેર બાદ હવે રાજ્યમાં ખાતર કૌભાંડ આચરવામાં આવ્યું છે. 
જેતપુરમાં સહકારી રાહે વેચવામાં આવતું અને જીએસએફસી લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા ડીએપી ખાતરની દરેક બોરી ઉપર ગ્રાેસ વેઈટ 50.12 કિલોગ્રામ અને નેટ વેઈટ 50 કિલોગ્રામનું લખાણ લખેલું છે પરંતુ આ દરેક બોરીનું વજન કરવામાં આવતાં 500 ગ્રામથી 300 ગ્રામ જેટલું આેછું નીકળ્યું છે. 1400 રૂપિયામાં આવતી ડીએપીની એક ગુણીમાં 10 રૂપિયાથી લઈ 14થી 15 રૂપિયાની કિંમતનું આેછું ખાતર આપવામાં આવ્યું છે. કરોડો બોરીઆેની ઉત્પાદન કરવામાં આવે છે અને દરેક બોરીઆેમાં આેછું ખાતર ભરવામાં આવ્યું હોય ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. 
 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment