રિપોર્ટર ( અમરેલી) :- પ્રતાપ વાળા સાથે અશોક મણવર
અમરેલી જીલ્લા ના ધારી તાલુકાનુ કથીવદર ગામ આજે પણ અનેક સુવિધાઓથી વંચિત રહેલ તા લોકોમા રોષ ભભૂકી ઉઠેલ છે ત્યારે હાલ આ આ ગામની અંદર ગામ લોકોના કહેવા મુજબ હજી સુધી એસ.ટી બસના દર્શન પણ કરેલ આ ગામની અંદર રોડ રસ્તા સહિત આંગણવાડી કે પાણીની કોઈ જાતની સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી તેમજ કથીવદર ગામની અંદર બસ સ્ટેન્ડ જેવી કોઈ સુવિધા ના હોય અને સ્મશાને જવા માટે પણ રોડ-રસ્તાની સુવિધા ના હોય તેમજ અમારા ગામની અંદર આજ દિન સુધી કોઈ સાંસદ સભ્ય કે ધારાસભ્ય મુલાકાત કરવા માટે આવેલ નથી ચુંટણી સમયે ખાલી ખોટાં વચનો જ આપતા ગામ લોકો મા રોષ ભભૂકી છે ત્યારે હાલ આ ગામની અંદર ગ્રામ સેવક કોણ છે તે પણ લોકોને ખબર જ નથી ગામ લોકોના કહેવા મુજબ આ ગામને તંત્ર દ્વારા આઝાદી પછી કોઈપણ જાતની સુવિધાઓ આપવામાં આવેલ નથી અને ચૂંટણી નજીક આવી રહી હોય તેવા સમયે આ ગામની અંદર પાયાની સુવિધા આપવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેમજ તાલુકાની મામલતદાર ઓફિસ ની સામે આંદોલનરૂપે ધરણાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે તેવી કથીવદર ગામના લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવેલ હોવાનું પ્રતાપભાઇ વાળાએ જણાવેલ...
બાઇટ...સરપંચ દીપભાઈ સરપંચ કથીવદર ગામ
બાઇટ.......મહિપતભાઇ વાળા કથીવદર ગામ ગ્રામ પંચાયત સભ્ય .
0 Comments:
Post a Comment