રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ એજી ચોક પાસેની પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટકી સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને રોકડ રૂા.૪૭ હજારની ચોરી કરી જતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ચીફ બ્યુરો (રાજકોટ) :- ભરત ભરડવા 
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ એજી ચોક પાસેની પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટકી સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને રોકડ રૂા.૪૭ હજારની ચોરી કરી જતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવના પગલે મહિલા એએસઆઈ કે.આર.કાનાબારે પ્રાથમીક તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ યુનિવર્સિટીના ગેઈટ પાસે આવેલ તુલસી એપાર્ટમેન્ટમાં નીલગ્રીન વુડ પાસે રહેતા અને પ્રેમમંદિર પાસે આવેલ એજી ચોક નજીક જવલતની સામે આવેલ પોસ્ટ ઓફિસમાં મેનેજર તરીકે ફરજ બજાવતા જયસુખભાઈ પરસોતમભાઈ વસોયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, કોઈ અજાણ્યા ઈસમો ગતરાત્રીના ચોરી કરવાના ઈરાદે પોસ્ટ ઓફિસના મેઈન દરવાજાના લોક તોડી અંદર પ્રવેશ કરી સીસીટીવી કેમેરાનું ડીવીઆર તથા સ્ટ્રોંગ રૂમમાં આવેલ તિજોરીના તાળાં તોડી અંદર રાખેલા રોકડા રૂપિયા ૪૭,૭૯૧ની ચોરી કરી નાસી જતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. બનાવના પગલે ડીસ્ટાફના પીએસઆઈ રબારી, મહિલા એએસઆઈ કે.આર. કાનાબાર, રાઈટર બ્રિજરાજસિંહ, કોન્સ્ટેબલરવિરાજસિંહ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ પ્રાથમીક તપાસ હાથ ધરી પોસ્ટ ઓફિસમાં ચોરી કરનાર તસ્કરોની ભાળ મેળવવા કવાયત હાથ ધરી છે.
બાઈટ : જે પી વસોયા [ પોસ્ટ માસ્ટર રાજકોટ ]
બાઈટ : એ એલ આચાર્ય [ પીઆઇ યુનિવર્સીટી પોલીસ મથક રાજકોટ ]


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment