ચીફ બ્યુરો (રાજકોટ) :- ભરત ભરડવા
રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત્રે ગરમાગરમીના દ્રશ્યો સર્જાય હતા...વોર્ડ નંબર 18 ના કોંગ્રેસના કોર્પોરેટર મેના બહેન પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવા પોહોચિયા હતા...એ સમયે પોલી સ સ્ટેશન પર લોકોના ટોળા મોટી સંખિયા એકત્ર થયા હતા..લોકોની વધતી સંખ્યા જોઈને પોલિસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો... પોલીસ દ્વારા ટોળામાં રહેલા લોકોને સમજાવીને મામલો થાળે પાડવાના પ્રયત્ન કરી રહ્યા હતા એ દરમિયાન જ પથ્થરાનો ઘા થતા મામલો બીચકયો હતો. જો કે મામલો બે કાબુ થાય એ પહેલાં જ પોલીસે પરિસ્થિતિ ને કાબુમાં લેવાના પ્રયાસ કર્યા હતાં..મામલો બીચકતા બીચકતા પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.... આ સમયે આઝી ડેમ પોલીસ સ્ટેશન બહાર ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા..પોલીસે લાઠી ચાર્જ કરી ટોળાને વિખરીયું હતું.....આઝીડેમ પોલીસ સ્ટેશન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.. ડીસીપી રવિ મોહન શૈની અને ઉચ્ચ અધિકારીઓ સહિત આશરે 70થી વધુ પોલીસ જવાનો નો કાફલો ખડકાયો હતો...
પોલીસના લાઠી ચાર્જમાં 4 મહિલાઓ સહિત 15 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી...ઇજા ગ્રસ્તો ને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા....મોડી રાત સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી...
બાઈટ:- મેનાબહેન જાદવ કોર્પોરેટર વોર્ડ નંબર 18 કોંગ્રેસ
0 Comments:
Post a Comment