ચીફ બ્યુરો (રાજકોટ) :- ભરત ભરડવા
રાજકોટમાં ઉનાળાની ચાલુ સિઝને આજે નવો રેકર્ડ સ્થાપિત કર્યેા છે. ગઈકાલે મહત્તમ તાપમાન ૪૩.૬ ડિગ્રી નોંધાયું હતું જે ચાલુ સિઝનનું સૌથી ઉચું તાપમાન હતું પરંતુ આજે ૪૫ ડિગ્રીને પાર કરી જતાં રાજકોટ જાણે ગરમીમાં ભડકે બળતું હોય તેવું લાગી રહ્યું છે. સવારથી જ આજે તાપમાનનો પારો ઉચો રહ્યો અને સવારે લઘુતમ તાપમાન ૨૬.૧ ડિગ્રી નોંધાયા બાદ સવારે ૮–૩૦ વાગ્યે તે ૨૯.૮ ડિગ્રીએ પહોંચી ગયો હતો અને બપોરે ૨–૩૦ વાગ્યે ૪૪ ડિગ્રી નોંધાયું છે. સાંજ સુધીમાં તાપમાનનો પાર ૪૫ ડિગ્રીને પાર કરી જતાં અિ પરીક્ષા જેવી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ઉનાળાની ચાલુ સીઝનની વિક્રમ સર્જક ગરમીનો સામનો સૌરાષ્ટ્ર્ર–કચ્છ સહિત રાયભરના મોટાભાગના વિસ્તારના લોકો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર્ર–કચ્છ તો જાણે ‘ભડકે બળતું’ હોય તેમ આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે. આકાશ જાણે અગનગોળો બન્યું હોય તેમ સમગ્ર વિસ્તાર ગરમીના અજગર ભરડામાં સપડાયું છે. અમરેલીમાં ૪૪, સુરેન્દ્રનગરમાં ૪૪.૪, કંડલામાં એરપોર્ટ પર ૪૪.૧ અને ભુજમાં ૪૪.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. ગરમીના પ્રમાણમાં આજે વધારો થશે અને અનેક સ્થળોએ મહત્તમ તાપમાનનો પારો ૪૫ ડિગ્રી આસપાસ પહોંચી જશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાયના કુલ ૧૩ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૨થી ૪૪.૪ ડિગ્રી વચ્ચે રહ્યું છે. આજથી ત્રણ દિવસ માટે સમગ્ર રાયમાં હીટવેવ કન્ડિશન યથાવત રહેશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્રારા આપવામાં આવી છે અને જણાવ્યું છે કે, રાજકોટ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરત સહિતના વિસ્તારોમાં ગરમીનું જોર વધુ રહેશે
0 Comments:
Post a Comment