નાસતા ભાગતા આરોપીને દુધઈ છોડવા ગયેલી રાપર પોલીસને પરત ફરતી વખતે મળ્યો પાંચ લાખનો વિદેશી દારૂ

બ્યુરો ચિફ (કચ્છ):- ધનસુખ ઠક્કર 


નાસ્તા ફરતા આરોપીઓ ને પકડવા ગયેલી રાપર  પોલીસ ને પરત ફર્તી વખતે બાતમીના આધારે   દારૂતો મડ્યો... પણ હર હમેશની જેમ આરોપી નહીં?!
ગુનેગારોને કાયદાનો કેટલો ડર હોયછે કે જ્યારે ખાખીને જોવે ત્યારે ભલભલા આરોપીઓના પગ ધ્રુજી જાયછે જે રાપર તાલુકા ના રામવાવ અને સુવઈ ના સીમાડામાં જોવા મળ્યો હતો. જેમાં પૂર્વ કચ્છ  એસપી.પરીક્ષિતા રાઠોડ ની સૂચના તથા રાપર ઇન્ચાર્જ પીઆઇ.જે.એચ.ગઢવી.ના માર્ગદર્શન હેઠળ રાપર પીએસઆઈ. એન.વી.રહેવર્ નાસ્તા ફરતા આરોપી ને દુધઈ પોલીસ ને સોંપી ને બીજા આરોપીઓ ની શોધખોળ માં હતા ત્યારે  મળેલ બાતમીના આધારે રામવાવ અને સુવઈના સીમાડામાં નંબર પ્લેટ વગરની સફેદ બોલેરો ગાડીમાં જીરાની ગુંણીઓ નીચે સતાંડેલી ૧૨૨ પેટી દારૂની જેની કિંમત.૫,૦૮,૨૦૦ ની કિમતનો દારૂ પકડી પાડ્યો હતો અને ૧,૫૦,૦૦૦ લાખની કિમતની નંબર પ્લેટ વગરની બોલેરો ગાડી પકડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હમેશાની મુજબ ગાડી ચાલક પોલીસને જોઈને ગાડી મૂકીને ફરાર થઈ ગયો. હતો આમ રાપર ઇન્ચાર્જ પી.આઇ.જે.એચ.ગઢવી.પીએસઆઈ. ચૌધરી, પી.એસ.આઈ. પરમાર, અને પી.એસ.આઈ. એન.વી.રહેવર, પોલીસ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા, જેઠાભાઈ મુસાર, દિલીપસિંહ બારીયા, મુકેસસિંહ પીરમામદ, સંજયદાન પ્રવીણ દેસાઈ વગેરે કામગીરી માં જોડાયાં હતા.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment