રિપોર્ટર (રાજકોટ) :- ભરત ભરડવા
રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોકમાં સર્જાતી ભયંકર ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે મહાપાલિકા તત્રં દ્રારા ત્યાં આગળ ઓવરબ્રિજ પ્રોજેકટ બનાવવાનું જાહેર કરી ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હતું. પ્રથમ વખતની ટેન્ડર પ્રક્રિયામાં એક પણ એજન્સીએ રસ નહીં દાખવતા પ્રક્રિયા નિષ્ફળ રહી હતી અને ત્યાર બાદ બીજી વખત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જેની મુદત ૧૨ એપ્રિલે પુર્ણ થવા જઈ રહી છે પરંતુ હજુ સુધી કોઈ એજન્સી આવી ન હોય ટેન્ડરની મુદત લંબાવવી પડે તેવા સંજોગો આકાર લઈ રહ્યા છે. એકંદરે જો બીજી વખતની ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ જાય તો શું કરવું ? તે મુદે હવે ઈજનેરો પણ માથા ખંજવાળ્યા મંડયા છે. !
મહાપાલિકાના સુત્રોમાંથી વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ ટેન્ડર ફાઈનલ થતું ન હોય મિલકતો કપાત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી શકાય નથી. જો બીજી વખતની ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ રહેશે ટુંક સમયમાં ત્રીજી વખત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ મ્યુનિ. સુત્રોએ ઉમેયું હતું.

0 Comments:
Post a Comment