શહીદોના મોક્ષાર્થે રાપરમાં ચાલતી ભાગવત કથામાં આજે એક શામ શહીદોકે નામ અંતર્ગત રાજભા ગઢવીનો લોકડાયરો

રિપોર્ટર (રાપર):- ધનસુખ ઠક્કર સાથે ઘનશ્યામ બારોટ  

ધર્મ ભક્તિ અને શ્રધ્ધા સાથે દેવી કૃપાનો અનેરો મહિમા ધરાવતા ચૈત્ર માસમાં સમગ્ર ગુજરાતની સાથે છેવાડાના વાગડ વિસ્તારમાં પણ ઠેર ઠેર ભાગવત કથાઓ તેમજ ચૈત્રી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. ત્યારે સરહદી રાપર તાલુકાના મુખ્ય મથક રાપર શહેરમાં આ પવિત્ર માસને અનુલક્ષીને રાપર દરિયા સ્થાન મંદિરે શહીદોના મોક્ષાર્થે મુંબઈની હેપી બબલ્સ ગ્રુપ દ્વારા સંત શ્રી ત્રીકાલદાસજી મહારાજ ના વ્યાશાસને ભાગવત કથાનું આયોજન ગત તા. ૬-૪ થી ૧૨-૪ સુધી  કરવામાં આવેલ છે.                              

     સંતશ્રી ત્રીકાલદાસજી મહારાજ દ્વારા શ્રી કૃષ્ણની બાળલીલાને વર્ણવીને માં યશોદા અને બાળ કૃષ્ણ ના પારદર્શક પ્રેમનું ભાવ વાહિક શૈલીમાં વર્ણન કરીને ત્રીકાલદાસજી મહારાજે શ્રોતાઓને ભાવ વિભોર કરીને જકળી રાખ્યા હતા. તો આજરોજ તા.૧૧-૪ ના ગુજરાતના શુપ્રસિધ્ધ કલાકાર અને ડાયરાને રાષ્ટ્ર ભક્તિના રંગમાં જકળી રાખવાની અનોખી શૈલી ધરાવતા રાજભા ગઢવી સાથે ઉર્વશીબેન રાદડીયા અને અન્ય કલાકારો દ્વારા એક શામ શહીદોકે નામ અંતર્ગત ભવ્ય સંતવાણીનું આયોજન રાપરના રળીયામણા નગાસર તળાવની પાળ નજીક કરાયું છે. કથા શ્રવણ કરવા આવતા રાજકીય તેમજ સામાજિક આગેવાનોનું સન્માન હેપી બબલ્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. તાલુકા ભરમાંથી કથા શ્રવણ કરવા આવતી જનમેદની ની અનુકૂળતા માટે બે વિશાળ ટીવી સ્ક્રીન ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સમગ્ર કથાનું આયોજન રાપર દરિયા સ્થાન સેવા સમિતિ, રાપર રઘુવંશી સમાજ સાથે સહભાગી બની હેપી બબલ્સ ગ્રુપ દ્વારા આ આયોજન શંભાળાઇ રહ્યું છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment