રિપોર્ટર (રાજકોટ):- ભરત ભરડવા
ઈન્દિરા સર્કલ પાસે ચાર દિવસ પૂર્વે બુધવારે મોડીરાત્રે ગોલા ખાવા ગયેલા જસદણના બે કાઠી ક્ષત્રિય યુવાનો સાથે ત્યાં બેઠેલા બે પોલીસ કોન્સ્ટેબલ અને તેના પાંચ મિત્રોએ ઝઘડો કરી બન્ને યુવાનો પર છરીથી હત્પમલો કરતાં એક યુવાનનુું મોત થયું હતું. આ હત્યામાં સંડોવાયેલા બે પોલીસમેન સહિતના સાતેય શખસો સામે હત્યાનો ગુનો નોંધાયા બાદ તમામ આરોપીઓ ફરાર હતા. પોલીસે અલગ–અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ આરોપીઓ પોલીસ હોય જેથી પોલીસ શરણે થવા પણ તખ્તો ગોઠવાઈ રહ્યો હતો. અંતે ગઈકાલે સાંજે બન્ને પોલીસ કોન્સ્ટેબલ સહિતના ચાર શખસો પોલીસ શરણે થયા હતા.જેની ધરપકડ કરવામાં આવી છે અને હત્યામાં જેની સંડોવણી છે તે અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ પ્ર.નગરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અક્ષર પાર્ક, ગંગોત્રી ડેરી પાસે, રૈયારોડ પર રહેતા વિજય રાયધનભાઈ ડાંગર ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ શ્રીનાથજી સોસાયટી, મવડી રોડ, ‘બ્રહ્માણી કૃપા’ મકાનમાં રહેતા હિરેન સુરેશભાઈ ખેરડિયા તથા ધોળકિયા સ્કૂલ પાસે, બાલાજી હોલ નજીક, પ્રજાપતિ સોસાયટી શેરી નં.૬માં રહેતા અને વાહન લે–વેચનું કામ કરતો અર્જુનસિંહ શત્રુધ્નસિંહ ચૌહાણ અને હાલ અભ્યાસ કરતો બાલાજી હોલ પાછળ, ન્યૂ રાજદીપ સોસાયટી શેરી નં.૩, ‘શિવકૃપા’ મકાનમાં રહેતો પાર્થ શૈલેષ દોશી પોલીસ શરણે થયા હતા.મુળ જસદણના કુલદીપ ચાંપરાજ ખવડ અને તેના મિત્ર અભિનવ ઉર્ફે લાલભાઈ શિવકુભાઈ ખાચર ઉપર હત્પમલો કર્યા બાદ ઈજાગ્રસ્ત કુલદીપ ખવડનું મોત થયું હતું. આ હત્યા કેસમાં મુળ ગઢડાના ઈત્તરિયા ગામના દેવેન્દ્ર ધાંધલની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. હત્યા કેસમાં કારણ તેમજ અન્ય આરોપીઓની સંડોવણી મુદ્દે હજુ સુધી પોલીસ કોઈ સ્પષ્ટ્રતા કરી નથી તેમજ છરી કોની પાસે હતી, કોણે હત્પમલો કર્યેા ? તે સહિતના મુદ્દાઓ ઉપર હજુ સુધી પોલીસને કોઈ તટસ્થ માહિતી મળી નથી કે પછી પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી હોવાના કારણે પોલીસને માહિતી આપવામાં કોઈ રસ નથી ? આ ગંભીર ગુનો હોવા છતાં હજુ સુધી પોલીસને અન્ય બનાવોમાં ભેદ ઉકેલ્યા બાદ જે કાર્યવાહી થવી જોઈએ તે કાર્યવાહી થવામાં ઢીલી નીતિ હોવાનું સ્પષ્ટ્ર દેખાઈ રહ્યું છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ બનાવમાં કડક કાર્યવાહી થશે તેવા નિર્દેશ આપ્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં આ બનાવમાં સંડોવાયેલા બે પોલીસ કોન્સ્ટેબલ સહિતના આરોપીઓ સામે પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.
બાઈટ : મનોહરસિંહ જાડેજા [ ડીસીપી રાજકોટ ઝોન - 2 ]
0 Comments:
Post a Comment