રિપોર્ટર (રાજકોટ):- ભરત ભરડવા
આ ઉપરાંત હેવી લાયસન્સ કઢાવવા માટે અરજદાર 8 ધોરણ પાસ હોવો જરૂરી હોવાનો નિયમ છે પરંતુ આ શખ્શ સ્કુલના કોરા બોગસ સર્ટિફિકેટ પણ રાખતો જેના આધારે ઓછું ભણેલા અરજદારોને પણ મોટી રકમ લઈને બોગસ દસ્તાવેજોના આધારે અને ઓનલાઈન સિસ્ટમમાં પણ ચેડા કરીને લાયસન્સ કાઢી આપતો હોવાનું જાણવા મળ્યું છે. બોગસ દસ્તાવેજોના આધારે લાયસન્સ કાઢી આપતા શખ્સને પોલીસે દબોચી લઈ પૂછપરછ દરમિયાન હજુ વધુ લોકોની પણ આમાં સંડોવણી ખુલવાની સંભાવના પ્રબળ બની છે. મહત્વની બાબત એ પણ છે કે આરટીઓ કચેરીની બાજુમાં જ આટલું મોટું કારસ્તાન ચાલી રહ્ય હતું છતાં અધિકારીઓ અને કર્મચારીઓ અંધારામાં હતા કે પછી એમની મીઠી નજર હેઠળ જ આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું તે તપાસમાં ખુલશે. પોલીસે હાલ કેટલા સમયથી આ કૌભાંડ કરી રહ્યો છે, કેટલા લોકો આમાં સંડોવાયેલા છે, આરટીઓના ક્યાં કર્મચારી આ શખ્સ સાથે શામેલ છે તેની તપાસ ચાલી રહી છે. હાલ એસઓજી પોલીસે 14 બોગસ લર્નિંગ લાયસન્સ, બોગસ સ્કુલ સર્ટિફિકેટ સહિતની સામગ્રી જપ્ત કરી હતી.
0 Comments:
Post a Comment