અમરેલી જીલ્લાના લોક સભા ના ઉમેદવાર કાછડીયા સમર્થનમાં રાજયના પ્રથમ મુખ્યમંત્રીએ સભા સંબોધી

રિપોર્ટર (અમરેલી) :- કેમેરા મેન પ્રતાપ વાળા સાથે અશોક મણવર 
 અમરેલી લોક સભાના ઉમેદવાર કાછડીયાના સમર્થન મા ચુંટણી પ્રચાર અર્થે રાજ્યના મુખ્ય મંત્રીએ અમરેલી મા દિલિપ સંઘાણી હોલ ખાતે શહેરના વેપારીઓ તેમજ નાગરિકો સહિત ભાજપના કાર્યકરો સાથે સીધો સંવાદ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરેલ...
.અમરેલી લોક સભાના ઉમેદવાર નારણભાઇ કાછડીયાના સમર્થન મા ચુંટણી પ્રચાર અર્થે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અમરેલી મા દિલિપ સંઘાણી હોલ ખાતે શહેરના વેપારીઓ તેમજ નાગરિકો સહિત ભાજપના કાર્યકરો સાથે સીધો સંવાદ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને જણાવેલ છે કોંગ્રેસ સંકલ્પ પત્ર જાહેર કરીને સાબિત કર્યુ છે કે આતંકવાદ જેવા મહત્વના હોદ્દા ઉપર પણ કુમળુ વલણ ન હોવું જોઇએ ત્યારે આ વખતે ભાજપ કોંગ્રેસ કે નારણભાઇ કાછડીયા કે પરેશભાઇ ધાનાણી વચ્ચેની લડાઈ નથી પણ દેશને મજબૂત નેતૃત્વ મહત્વનું પુરું પાડીને એ નક્કી કરવાનો સમય આવી ગયો છે ત્યારે હાલ મુખ્ય મંત્રીએ આવા અનેક આકરા પ્રહારો કર્યા હતા અંતે જણાવ્યું હતું કે કાશ્મીરનો પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલ પાસે હોત તો કાશ્મીરની આ સમસ્યાઓ રહી જ ન હોત તેવું જણાવેલ છે ત્યારે હાલ અમરેલી નગરપાલિકાના પ્રમુખ જયંતીભાઈ રાણવા સહિતના કોંગ્રેસના દસ ઉપરાંત અસંતુષ્ટ સભ્યોને રાજયના મુખ્ય વિજયભાઇ રૂપાણીએ ભાજપનો ખેસ પહેરાવતા કોંગ્રેસ ગઢમાં મોટુ ભંગાણ થયેલ છે ત્યારે હાલ અમરેલી લોક સભા ના ઉમેદવાર નારણભાઈ કાછડીયાએ સૌવને મત આપવા અપીલ કરેલ છે આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા જયંતિભાઈ કવાડીયા. દિલીપભાઇ સંઘાણી. માજી ધારાસભ્યોમા મનસુખભાઇ ભુવા બાવકુભાઇ ઉઘાડ.બાલુભાઈ તંતી. હનુભાઇ ધોરાજીયા. વી.વી .વઘાસીયા. તેમજ પી.પી.સોજીત્રા ભરતભાઈ કાનાબાર બગસરા માર્કેટીંગ યાર્ડ ચેરમેન કાંતીભાઈ સતાસીયા નગરપાલિકા ઉ.પ્રમુખ નિતેષભાઈ ડોડીયા તેમજ તાલુકા અને જીલ્લા ભાજપ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ........
બાઇટ.... વિજયભાઈ રૂપાણી રાજ્યના મુખ્યમંત્રીશ્રી ગુજરાત ...

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment