રિપોર્ટર (રાજકોટ):- ભરત ભરડવા
લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટના પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને હોમગાર્ડ માટેનું પોસ્ટલ બેલેટ મતદાન આજે પોલીસ હેડકવાર્ટર ખાતે આવેલ તાલીમભવન ખાતે ગોઠવવામાં આવ્યું હતું. રાજકોટની લોકસભાની ચૂંટણી પૂર્વે પોસ્ટલ બેલેટ જનરેટ થઈને સીલીકેશન કમિશન તરફથી આવ્યા હતા. શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ૧૧૬૭ જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ ૪૦૦ જેટલા હોમગાર્ડના જવાનો મળી આશરે ૧૬૦૦ જેટલા પોસ્ટલ બેલેટ જનરેટ થયા હતા જેનું મતદાન પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવ્યું હતું. બપોરે ૨.૦૦ વાગ્યા સુધી પોલીસ કર્મચારીઓના ૧૧૬૭ પોસ્ટલ બેલેટમાંથી ૫૫૦ ત્યારે હોમગાર્ડના ૪૦૦માંથી ૧૫૦ જેટલા કર્મચારીઓએ મતદાનની ફરજ નિભાવી હતી. સવારે ૧૦.૦૦ વાગ્યાથી શરૂ થયેલા આ પોસ્ટલ બેલેટ મતદાનમાં સાંજ સુધી ૮૦ ટકા જેટલું મતદાન થાય તેવી શકયતા છે. આ મતદાન બાદ મતપેટીઓને સીલ કરી સલામત સ્થળે રાખવામાં આવશે. પોલીસ અધિકારીઓ અને ચૂંટણી શાખાના સ્ટાફને આ મતદાન માટે ખાસ ફરજ સોંપવામાં આવી હતી. આજે યોજાયેલા મતદાનમાં પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોએ પોતાની મતદાનની ફરજ નિભાવી હતી
0 Comments:
Post a Comment