રિપોર્ટર (રાજકોટ):- ભરત ભરડવા
ફિઝિકલ હેન્ડીકેપ સૌરભ ગઢવીએ ડ્રમ વગાડી ટ્રેનના મતદાર જાગૃતિના સંદેશને બિરદાવ્યો હતો. કલેકટર ડો.રાહત્પલ ગુા દ્રારા ટ્રેનને મતદાર જાગૃતિના સંદેશા સાથેની ઝંડી આપી પ્રસ્થાન કરાવાઈ હતી.આ પ્રસંગે એ.ડી.આર.એમ. એસ.એસ.યાદવ, સિનિયર ડી.સી.એમ. રવિન્દ્ર શ્રીવાસ્તવ, આસી કોમર્શિયલ મેનેજર અસ્લમ શેખ, સ્ટેશન ડાયરેકટર મહેન્દ્રસિંહ, નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.આર.ધાધલ, જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય, સ્વીપાના પ્રીતી વ્યાસ, આર.જે.ઈશિતા, પ્રયાસ સંસ્થાના પૂજા પટેલ અને ભાસ્કર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ટ્રેન દ્રારા રાજકોટ રેલવે ડિવિઝનના ઓખા ઉપરાંત દ્રારકા, ખંભાળિયા, જામનગર, હાપા રેલવે સ્ટેશનો ખાતે મતદાર જાગૃતિ અભિયાન ચલાવ્યા બાદ રાજકોટ પહોંચી હતી. જે ટ્રેન દ્રારા આગળ વાંકાનેર, સુરેન્દ્રનગર, સહિતના સ્ટેશનોએ મતદાર જાગૃતિનો પેગામ આપ્યો હતો.
બાઈટ : ડો રાહુલ ગુપ્તા [ કલેક્ટર રાજકોટ ]
0 Comments:
Post a Comment