ચૈત્રી નવરાત્રિના પાવન પર્વે ભચાઉ ચારણસમાજ દ્વારા આઈ શ્રી ખોડીયાર મંદિર ના ચૌદમા પાટોત્સવ ની ભવ્ય ઉજવણી

રિપોર્ટર (ભચાઉ) :- ઘનશ્યામ બારોટ સાથે ધનસુખ ઠક્કર


સંસ્કૃતિ ની ધરોહર ના અડીખમ પાયા સમા ચારણ (ગઢવી) સમાજ દ્વારા આઈ શ્રી ખોડીયાર મા મંદિરનો ભચાઉ શહેર થી ત્રણેક કી.મી. ગાંધીધામ તરફ જતા હાઈવે પર ધોકાવા રેલવે ફાટકની નજીક આવેલા જગદંબા માં ખોડીયાર મંદિરનો ચૌદમો પાટોત્સવ હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યો હતો.
       આજે  ચૈત્રીબીજ ના પાવન દિવસે સવારે નવ વાગ્યે હોમ હવન અને મંત્રોચ્ચારથી સમગ્ર મંદિર પરિસર મંગલમય બની ગયુ હતું આઈ શ્રી ખોડીયાર વિકાસ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી પાલુભાઈ ગઢવી ભજનાનંદી, અને મંત્રી જશાભા ગઢવી સાથે એમની સમગ્ર ટીમ દ્વારા આ ચૌદમા પાટોત્સવ નિમિત્તે આઈ શ્રી ખોડીયાર મંદિર વિકાસ ટ્રસ્ટ દ્વારા ચાલતી પ્રવૃત્તિ ઓ પર પ્રકાશ પાડતાં પ્રમુખ શ્રી પાલુભાઈ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માતાજીના સાનિધ્યમાં અહી પક્ષીઓને ચણ, કુતરા ને રોટલો અને અભ્યાગતો ને ઓટલો આપવાનું કાયમી ચાલુ છે જેમાં ગઢવી સમાજ સાથે અન્ય સમાજના દાતાઓ નો પણ યોગ્ય સહકાર મળી રહે છે.
         આ પ્રસંગે વડવાળા મોગલ મા, કબરાઉના ભુવાજી શ્રી સામતભા બાપુ ખાસ હાજર રહ્યા હતા જેમનું ભચાઉ ચારણ સમાજ, અને આઈ શ્રી ખોડીયાર મંદિર વિકાસ ટ્રસ્ટ દ્વારા પાલુભાઈ ગઢવીએ સન્માન કર્યું હતું, તો આ પ્રસંગે હાજર રહેલા વાગડના રાપર ખાતે ફરજ બજાવતા પી. એસ.આઈ. શ્રી ગઢવી સાહેબનું ભચાઉ ગઢવી સમાજ દ્વારા  સન્માન કરવામાં આવ્યુ હતું.
       મંદિર પરિસર માં શ્રમદાન થી પોતાનો અનન્ય ફાળો આપનાર કાનાભાભાઈ ગઢવી નું શ્રી સામતભા બાપુ દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યુ હતું.
     અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સોનલ મા પ્રાગટય ધામ મઢડા ખાતે ભજનાનંદી ફાઉન્ડેશન દ્વારા ચારણ સમાજ અને ઈતર સમાજની ૧૧૫ દીકરી ઓના સમુહ લગ્ન કરવા સાથે ભચાઉ શહેરમાં ભજન ધામની સ્થાપના કરી સંતવાણી અને લોક સંગીતના ઉગતા કલાકારો ને પ્લેટફોર્મ પુરૂ પાડનાર ચારણ સમાજ ના પનોતા પુત્ર પાલુભાઈ ગઢવી ભજનાનંદી નું વિષિષ્ટ સન્માન સાથે સામતભા બાપુના હસ્તે સન્માનપત્ર અર્પણ કરી ભચાઉ ગઢવી સમાજ દ્વારા પાલુભાઈ દ્વારા કરવામાં આવી રહેલા સદ્કાર્યો ની સરાહના કરવામાં આવી હતી.

       આ પ્રસંગે વિવિધ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા સમગ્ર પાટોત્સવ ના પાવન કાર્ય માં પાલુભાઈ ગઢવી, જશાભા  ગઢવી, કલાભા ગઢવી, ભીખુદાન ગઢવી, દીપકદાન ગઢવી, ભરતદાન ગઢવી, અને જોગીદાન ગઢવી સાથે સમાજ ના યુવાનો સહયોગી બની સમગ્ર કાર્યક્રમ ને વંદનિય બનાવવામાં સફળ રહ્યા હતા.


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment